ભાગ · અધ્યાય ૧૮૩–૧૮૪

મંગળ ગ્રહ-અપ્સરા-કામદેવ-વસંતઋતુ-હનુમાન આદિની ઉત્પત્તિ

આ અધ્યાય 183–184 સંયુક્ત છે

એક સમયે શંકર સતીના વિરહમાં સમાધીમાં બેઠા હતા. ત્યાં લલાટમાંથી તપ અને વિરહનું બિંદુ પડ્યું તેમાંથી મંગલ ગ્રહની ઉત્પતી થઇ. તે સતી વિરહમાં મંગલનો જન્મ થયો.

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સતીના વિરહમાં શંકર હિમાલયમાં ફરતા હતાં ત્યાં આકાશવાણી થઇ ગોલોકમાં જાવ. શંકર ગોલોકમાં ગયા. ત્યાં સતીના દર્શનથી વિરહ શાંત થયો. પછી કૃષ્ણ શંકરને પાછા હિમાલયમાં લાવવા માટે મોહિની સ્વરૂપ ધારણ કરી શંકરને સાથે લઇને સત્યલોકમાં આવ્યા. ત્યાં બ્રહ્મા મોહિનીરૂપ જોઇ મોહ પામ્યા. ધાતુ સ્ત્રવી ગયો. તે અપ્સરાઓ થઇ તથા કામદેવ, શ્રૃંગાર અને વસંતઋતુનો જન્મ થયો. તે મોહિનીરૂપ શ્રીકૃષ્ણ હિમાલયમાં આવીને શંકરને ભેટી પડ્યા. શંકરનો ધાતુ સ્ત્રવી જતાં વાયુ લઇ ગયો. અંજની તપ કરતી હતી તેના કાનમાં પ્રવેશ થયો. તે અંજનીમાં હનુમાન જન્મ્યા. તે હનુમાન સૂર્યને ફળ માની લેવા ગયા. અંજની માતાને લઈ વૈકુંઠમાં જઇ વૈષ્ણવભક્ત બની આવતા શનિને પોતાના પગ નીચે સદાને માટે દબાવીને રાખીને તે પનોતી નામે થઇ.