ભાગ ૧ · અધ્યાય ૪૦૨
સુમતી ઋષિ દ્વારા ધર્મગુપ્ત રાજાનો મોક્ષ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તોંડમાન રાજા પોતાના પુત્ર ધર્મગુપ્તને રાજ્ય સોંપી વનમાં તપ કરવા ગયો. તેને પ્રભુ પ્રસન્ન થઇને વિમાનમાં બેસાડી અક્ષરધામમાં લઈ ગયા. પછી ધર્મગુપ્ત રાજા એકવાર વનમાં શિકારે ગયો. ત્યાં સાંજ થવાથી વૃક્ષની નીચે સૂતો ત્યાં વાનર આવ્યો. વાનર કહે, રાજા તું અર્ધીરાત્રિ સૂઈ જા. હું રક્ષણ કરું છું. રાજા સૂતો ત્યાં સિંહ આવ્યો. વાંદરાને કહે : મને રાજાને ખાવા દે. વાંદરો કહે, મારા વિશ્વાસે સૂતો છે. તેથી તને નહીં મારવા દઉં, બ્રહ્મહત્યા કરતા પણ વિશ્વાસઘાતનું પાપ વધારે છે. પછી અર્ધીરાત્રિએ રાજા જાગ્યો અને વાંદરો સૂતો. સિંહે રાજાને કહ્યું, તું મને મારું ખાજ ખાવા દે. રાજાએ છૂટ આપી. ઋષિરૂપે રહેલા વાંદરાએ રાજાને શાપ આપ્યો. તેથી માનવજાતનો વિશ્વાસ પશુઓ નથી કરતાં પછી રાજાની પ્રાર્થનાથી સુમતી ઋષિએ રાજાનો મોક્ષ કર્યો.