પત્નીવ્રતદ્વિજના શિષ્ય દ્વારા બર્હિષાંગદ રાજાને શાપ
શ્રીનારાયણ કહે : રૈવતરાજાનો પુત્ર ખટવાંગ થયો. તેનો બહિર્ષાંગદ થયો. તે એકવાર શ્રી લક્ષ્મીનારાયણના દર્શન કરી ગુરુ પત્નીવ્રતદ્વિજના આશ્રમે દર્શને ગયાં. ત્યાં ગુરૂ ધ્યાનમાં બેઠેલા. તેથી થોડીવાર બેસી રાહ જોઇ. ગુરુ ધ્યાનમાંથી ન જાગ્યા. રાજા ક્રોધિત થઇ કહે : હું આવ્યો સન્માન કરવું પડે તેથી ધ્યાનમાં બેસી ગયા. એમ કહીને મરેલો સર્પ ગળામાં નાખીને જતો રહ્યો. ગુરુનાં શિષ્યો સ્વયંપ્રકાશ વગેરે ત્યાં આવ્યા જોયું. દુ:ખ થયું, શાપ આપ્યો. ગુરુના ગળામાં સર્પ નાખનારનું એક માસમાં મૃત્યુ થાવ. ઉંદર સિંહ બનીને ઋષિને જ ખાવા આવ્યો. નિરપરાધિ એવા પત્નીવ્રતદ્વિજનું ગુરુનું આવું અપમાન ? માટે દંડ ભોગવ. ગુરુ સમાધીમાંથી જાગ્યા. શિષ્યો રોવા લાગ્યા. વૃત્તતાંત કહ્યું. ગુરુએ કહ્યું કે, આપણે ક્ષમા રાખવી જોઇએ. ક્ષમાથી પુજ્યપણાને પામ્યા છીએ. સત્ય, શીલ, તપ, ધ્યાન, સ્વાધ્યાય, પૂજન વિગેરે સાધુનું ઐશ્વર્ય છે. તે ખંડિત ન કરવું. રાજા અથવા પ્રજા અજ્ઞાની કહેવાય. તે તો અજ્ઞાનથી કદાચ અપમાન કરે પણ સાધુએ ગુરુએ તો સહન કરી તેનું કલ્યાણ થાય તેવું ચિંતવન કરવું. માટે હે સ્વયંપ્રકાશ ત્યાં જઇને રાજાને કહો કે, એક માસમાં કુહક સર્પ તને દંશ આપશે.
સ્વયંપ્રકાશ શિષ્ય ત્યાં ગયા. રાજાને કહ્યું. રાજાને બહુ દુ:ખ થયું. અહો મેં બ્રાહ્મણનું ગુરુનું અપમાન કર્યું. સંપત્તિ, યુવાન અવસ્થા, અભિમાન, અધિકાર, આ ચાર વસ્તુ જીવને અધોગતિમાં નાખે છે. રાજા તપમાં બેસી ગયો. ત્યાં દેવો બ્રાહ્મણો આવ્યા. રાજાએ પગે લાગી શાપ નિવારણ કરવાનું કહ્યું. કુહક સર્પ દંશથી મારું મૃત્યુ થાય તેની મને ચિંતા નથી. પરંતુ પ્રાણ જવાના સમયે સંત ઋષિ મંડળ હોય તો મારું કલ્યાણ થાય. ત્યાં શ્વેતાયન વ્યાસ આવ્યા જે પૂર્વ કલ્પમાં પ્રગટ થયા હતા. બહિર્ષાંગદ રાજા પગે લાગી બોલ્યો. અમે ક્ષત્રિયો કર્મથી અધમ છીએ. તમારા જેવાની સેવા સમાગમથી અમારું કલ્યાણ થાય છે. શ્વેતાયન વ્યાસ કહે, રાજા જીવન આખું કામકાજમાં, રાત્રિ સૂવામાં, દિવસો પેટ ભરવામાં જાય છે. ગૃહસ્થનું જીવન એવું છે. ગઇકાલે જે મેળવ્યું હોય તે આવતીકાલે નાશ પામે છે. એવો જગતનો નાશવંત સ્વભાવ છે.