ભાગ · અધ્યાય ૧૬૬

પાર્વતીના સ્વરૂપમાંથી મહાકાલીનું પ્રાગટ્ય

દેવો સ્તુતિ કરવા લાગ્યા - હે મહામાયા મુકતાણી તમને નમસ્કાર. હે બ્રહ્માણી વાસુદેવી હિરણ્યમયી નારાયણી રાધા-લક્ષ્મી મહાલક્ષ્મી તમને નમસ્કાર. જડ-ચેતનમાં વ્યાપીને રહેલી અનેક સ્વરૂપોને ધારણ કરનારી તમને નમસ્કાર. ત્યારે પાર્વતીએ કહ્યું, મારા સ્વરૂપમાંથી એક કન્યા ઉત્પન્ન કરું છું. તે તમારું રક્ષણ કરશે. એમ કહીને પાર્વતીએ કૌશિકી કન્યા પ્રગટ કરી દેવોને આપી. તે કાળા વર્ણવાળી હોવાથી મહાકાલી નામે પ્રસિદ્ધ થઇ. તે દેવી-દેવોને લઇ વિંધ્યાચલ પર્વતમાં આવી. શુંભ-નિશુંભ દેવીનું રુપ જોઇને મોહ પામ્યા. દેવીને વરવાનું કહ્યું. દેવી કહે : મારી સાથે યુદ્ધમાં મને જીતે તેને વરું. દૈત્યો- દાનવો યુદ્ધ કરવા આવ્યા. દેવીએ ચંડ-મુંડનો નાશ કરવાથી ચામુંડા નામથી પ્રસિદ્ધ થયા. કેટલાય દૈત્યો ને દાનવોનો નાશ કર્યો.