ભાગ · અધ્યાય ૨૦૬–૨૦૯

નારદજીનું માર્કંન્ડેય તીર્થ તેમજ અન્ય તીર્થોમાં સ્નાન

આ અધ્યાય 206–209 સંયુક્ત છે

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નારદજી બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી બદ્રિના બોર જમી પ્રદક્ષિણા કરી. અગ્નિ તીર્થના દર્શન કરી, માર્કન્ડેય તીર્થના દર્શન કરી, પૂજામાં ધ્યાનમાં બેઠા ત્યાં શ્રીહરિએ દિવ્ય દર્શન આપ્યાં. પૂર્વે માર્કંડ ઋષિને પુત્ર ન હોવાથી તપમાં બેઠા, શંકર પ્રસન્ન થયા. ઋષિ કહે : સત્પુત્ર આપો. શંકર કહે : તારા સાત જન્મમાં પુત્રનો યોગ નથી, પણ તે તપ કર્યું તેથી સોળ વર્ષ જીવનારો ધર્મવાળો પુત્ર થશે. તે અનેકના કલ્યાણ કરશે. માર્કંડ ઋષિ માર્કન્ડેયને પાંચમે વર્ષે વેદ વિદ્યા ભણાવતા હતા. સોળ વર્ષના થયા, પિતા ચિંતા કરવા લાગ્યા. ત્યાં નારદજી આવ્યા, આશીર્વાદ આપ્યા. ચિરંજીવ થા. માર્કન્ડેયને કહ્યું : શિવલિંગની સ્થાપના કરી શિવનો જપ કરવા માંડ. માર્કન્ડેય જપ કરતા હતા ત્યાં સાત ઋષિઓએ આવીને કહ્યું. ચિરંજીવ થા. માર્કંડ ઋષિ કહે : પુત્રનું આયુષ્ય પુરું થયું છે અને તમે ચિરંજીવ થા એમ કહો છો. ઋષિ કહે : સંતનું વચન મિથ્યા ન થાય. ત્યાં કાળનો દૂત મૃત્યુ આવ્યો. તરત જ લિંગમાંથી શંકરે પ્રગટ થઇ મૃત્યુને લાત મારી કહે : ચાલ્યો જા. બ્રહ્માના કલ્પ સુધી માર્કન્ડેય પાસે આવીશ નહીં. તેથી ત્યાં માર્કન્ડેય તીર્થ થયું.

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ત્યાંથી નારદજી ગારુડી શિલાતીર્થ, પંચમુખી ગંગા તીર્થ, નારસિંહી શિલા તીર્થ, બ્રહ્મ તીર્થ, સરસ્વતિ તીર્થ, ઇન્દ્રપદ તીર્થ, માનસોદભેદ તીર્થ, પંચધારા તીર્થ, વસ્તુધારા તીર્થ વગેરે તીર્થના દર્શન કરી. સર્વે તીર્થમાં સ્નાન કરતા હતા. સોમ તીર્થ, ઉર્વશી તીર્થ, ચાર પુરુષાર્થ તીર્થ વગેરેમાં સ્નાન કરતા હતા તેમજ મેરૂ તીર્થ, દંડ પુષ્કરાણી તીર્થ, નરનારાયણ જન્મ તીર્થ, ધર્મ ઉર્વશી સંગમ તીર્થ, બ્રહ્માર્વત તીર્થ, તે સર્વે તીર્થમાં સ્નાન કરી પ્રસાદીનું પાણી પીતા હતા.