ભાગ · અધ્યાય ૪૨૦

ચાર યુગનાં ધર્મો - લક્ષ્મીનારાયણ સંહિતાના ધર્મોથી મોક્ષ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સત્યુગ, ત્રેતા, દ્વાપર અને કળીયુગના ધર્મો જુદા જુદા રહેલા છે. સત્યુગમાં સર્વેના સંકલ્પ પ્રમાણે કાર્યને પુણ્ય થતા. માતા-પિતા, ગુરુદેવ, બ્રાહ્મણ, સતી, સાધ્વી, પતિવ્રતા, અતિથિ વગેરેનો સત્કારને સેવા થતી. ત્રેતાયુગમાં પા ભાગનો હ્રાસ થાય. દ્વાપર યુગમાં સર્વે સેવા, સત્કાર, ભક્તિ અડધા રહે. કળીયુગમાં ચોથા ભાગમાં ધર્મોનો ભાગ રહે. સત્યુગમાં સાત્વિક મનુષ્યો હોય. ત્રેતામાં રાજસી મનુષ્યો હોય. દ્વાપરમાં રજોગુણ, તમોગુણ હોય અને કળીયુગમાં મનુષ્યો તમોગુણી પ્રધાનપણે હશે.

કળીયુગના ચાર હજાર વર્ષ થશે ત્યારે કંભરા ગોપાલપુત્ર આચાર્ય સ્વયં ભગવાન શ્રીકૃષ્ણનારાયણ પૃથ્વી પર સત્યુગના ધર્મ સ્થાપન કરશે. વળી પાછો જ્યારે ધર્મનો લય થશે ત્યારે તિર્થો, વેદો, દેવપુજન, સત્કર્મ વગેરે નષ્ટ થશે. ત્યારે સઠ, ક્રુર, ચોર, દંભીક વૃત, જપ, તપ, યજ્ઞ, દાન, પૂન્ય રહિત પ્રજા થશે. ત્યારે હજાર વર્ષ કળીના જશે ત્યારે હે લક્ષ્મી હું ચમત્કારપુરમાં મહાયોગી બૃહધ્વૃત નામે પ્રગટ થઇને શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાના ધર્મો પ્રવર્તાવીસ ત્યારે મારા ઉપદેશ વચનોથી નરનારીઓ સાત્વીક થશે અને મોક્ષમાં જશે. ત્યારપછી સત્યુગના ધર્મ સ્થાપન કરીને હું અંતર્ધાન થઈશ.