અનાદિશ્રીકૃષ્ણનારાયણ મહામંત્રનો મહિમા
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, જે મંત્રમાં ભગવાનના અવતારનું નામ આવતું હોય તે સબીજ મંત્ર કહેવાય છે. તે સબીજ મંત્ર મુક્તિ આપે છે. તે સબીજ મંત્ર પણ ભક્તિવાળા આચાર્ય અથવા ગુરુ પાસેથી જ લેવો. જેનામાં ભગવાનની ભક્તિ ન હોય તેની પાસેથી મંત્ર લેવાથી મંત્રની સિદ્ધિ થતી નથી. પ્રભુનો મંત્ર આપનારા ગુરુને સાક્ષાત નારાયણનું સ્વરૂપ કહેલું છે. તથા મોક્ષ આપનારા છે. મંત્રો અનેક છે. “તેમાં બ્રહ્માહં બ્રહ્મ ભક્તોડ્સ્મિ” આ મંત્ર સર્વમાન્ય તથા એક અક્ષરનો મંત્ર “ૐ” તેમાં અ.ઉ.મ. ત્રણ અક્ષર રહેલા છે. અ-વિષ્ણુ, ઉ-લક્ષ્મી, મ-પાર્ષદો. અ. પરબ્રહ્મ, ઉ, બ્રહ્મ, મ, મુક્તો. મનુષ્યોનો સમુદાય તે નાદ નારાયણ. તેમાં વાસ કરે તે નારાયણ શ્રીહરિ જે જીવસૃષ્ટિ, ઇશ્વરસૃષ્ટિ, બ્રહ્મસૃષ્ટિના નિયામક અંતર્યામિ સર્વેનું શાસન કરનારા એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પોતે ભજવા-પૂજવા લાયક છે. તેની શરણાગતિમાં મંત્ર લઇ તેનો આશરો કરવો તે શરણાગતિ છ પ્રકારની છે. પ્રથમ વિશ્વાસ વરણં ન્યાસ કૃપણતા સ્થિરમતિ અનુવૃતિ આ રીતે પ્રગટ પ્રભુની શરણાગતિ લઇને તેની અનુવૃતિમાં રહેવું તે પ્રભુનો દૃઢ આશરો છે.