ભાગ · અધ્યાય ૬૯

નારીના શરીર ચિહ્નો વડે ભાગ્ય વર્ણન

શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, તે જ રીતે સૌભાગ્યવાળી નારીઓને ભક્તિવાળી નારીઓને પતિવ્રતાઓને પણ દૈવી ચિહ્નો એક, બે હોય છે. આખા શરીરમાં વિષ્ણુના આયુધોના ચિહ્નો હોય તે લક્ષ્મીજીનો અવતાર છે. વૈકુંઠમાં, ગોલોકમાં, અમૃતધામમાં, શ્વેતદ્વિપમાં, સત્યલોકમાં, પિતૃઓના લોકમાં રહેલી નારી પણ સર્વે મારી ભક્તિવાળી છે. અનેક સ્વરૂપને ધારણ કરનારો હું ત્યાં સર્વેને ભાવના પ્રમાણે દર્શન આપું છું. મારી ભક્તિ વડે મારા યોગને પામીને સર્વે નારીઓ લક્ષ્મીતુલ્ય થાય છે. જે નારીઓ મારો આશરો ભજન-ભક્તિ નથી કરતી તે પોતાના કર્મે કરીને આ લોકમાં, પરલોકમાં, યમપુરીમાં, ચોરાસી ખાણમાં, જન્મો ધારણ કરે છે. ટૂંકી ડોક હોય, લાંબો શ્વાસ લેતી હોય તે સ્ત્રી ક્રોધી હોય. પગના અંગુઠા પાસેની આંગળી અને ટચલી આંગળી પૃથ્વીનો સ્પર્શ ન કરે તે સ્ત્રી ચંચલ હોય. બહુ મોટા લલાટવાળી કજીયાળી હોય. સ્તન પર રોમ અને હોઠ પર રોમ, માથાના કેશ છુટા રહેતા હોય, મોટા દાંત હોય તે પણ કલેશ કરનારી હોય છે. મોટા કાનવાળી, મૃદુવાળી, ટુંકા કપાળવાળી નેત્રે લાલ તે ઘાતકી હોય છે. તેથી સત્કર્મથી સારું શરીર પ્રાપ્ત થાય છે. અસત્કર્મથી શરીરમાં ખોટવાળા થાય છે. માટે સત્કાર્યો કરવા, જેથી અન્ન, ધન, વસ્ત્ર, ગૃહ સ્ત્રી, પુત્રો સર્વે સારું પ્રાપ્ત થાય. તેથી મનુષ્ય શરીરમાં યાત્રા નિર્વાહ પુરતું પ્રાપ્ત કરી નારાયણને ભજી લેવા.