સનકાદિકોનું પ્રાગટ્ય અને કાર્ય
બ્રહ્માએ શ્રીહરિનું ધ્યાન કરી પ્રાર્થના કરી. હે પ્રભુ, ભક્તિવાળા પુરુષો બ્રહ્મનો બોધ કરે, મોક્ષ આપે, બ્રહ્માનંદમાં લીન રહે. એવા ગુરુઓ ઇશ્વર જેવા મારે પુત્રો થાય. બ્રહ્માનો સંકલ્પ જાણી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે અક્ષરધામથી ચાર મુક્તો મોકલ્યા. તે બ્રહ્માના માનસપુત્રો જન્મ સાથે પાંચ વર્ષના સનક, સનંદ, સનાતન, સનત આ ચાર સાધુગુણેયુક્ત, બ્રહ્મ તેજથી શોભતા, દર્શન માત્રથી કલ્યાણ કરનારા, રાગ, દ્વેષ, ઇર્ષ્યાથી રહિત, તપવાળા, સુખ-દુ:ખમાં સમાન, નિંદાથી રહિત હરિભક્તિ વિના ક્ષણ પળ વ્યતિત નહીં કરનારા, પાપીનો પણ ઉદ્ધાર કરનારા, બ્રહ્મા પિતાને નમસ્કાર કરી બોલ્યા, તમારી શું આજ્ઞા છે.
બ્રહ્માએ કહ્યું, રૂદ્રની સાત્વિક સૃષ્ટિને બ્રહ્મનો બોધ આપી નૈષ્ટિકો તપસ્વી વેદના જ્ઞાન જાણનારા તમારા જેવા કરો. ચાર સનકાદિકો એ સત્યલોકમાં રહી તે કાર્ય કરતા થકા વિચરતા હતા. તે સનકાદિકોનું પરમાર્થવાળું કાર્ય જોઇ બ્રહ્માને સંતોષ થયો.