ભાગ · અધ્યાય ૪૭

યજ્ઞમાં ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી

શ્રીનારાયણ કહે : આદિ સત્યુગ પુરો થયા પછી ત્રેતાયુગમાં યજ્ઞોની પ્રવૃત્તિ થઇ, યજ્ઞોથી સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત થતી. તે યજ્ઞમાં ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી, તેના ચાર વિભાગ કરીને પૃથ્વીમાં, પાણીમાં, વૃક્ષમાં, સ્ત્રીઓમાં મૂકી. લક્ષ્મીજીએ પૂછ્યું : હે પ્રભુ, ઇન્દ્રને બ્રહ્મહત્યા કેમ લાગી ? શ્રીનારાયણ કહે : બ્રહ્માના પુત્ર મરીચી, તેના કશ્યપ તેની પત્ની અદિતીનો ત્વષ્ટાને પુત્ર થયો. ત્વષ્ટા પત્ની રચનામાં વિશ્વરૂપ થયો. એક વખત ઇન્દ્ર સભામાં દેવગુરુ બૃહસ્પતિ આવ્યા. ઇન્દ્રે આદરસત્કાર કર્યો નહીં. બૃહસ્પતિગુરુ પદત્યાગ કરી સભામાંથી ચાલ્યા ગયા. ઇન્દ્રે ગુરુપદ વિશ્વરૂપને આપ્યું.