ભાગ · અધ્યાય ૨૭

સતી-સાધ્વી અને યોગીની મહાત્મ્ય

શ્રીનારાયણ કહે : સર્વે શક્તિઓ, રાધા, રમા, લક્ષ્મી, મહાલક્ષ્મી, વૃંદા વગેરે મારી મૂર્તિ હોવા છતાં તેને જુદો વાસ આપ્યો છે. તે સર્વે શક્તિઓ અષ્ટસિદ્ધિ નવનીધિ આપી સાથે પ્રભુની ભક્તિ કરાવનારી છે. તે બધી મારી શક્તિઓ રજસ્વલાથી રહિત નૈષ્ટિક બ્રહ્મચારિણીઓ ગંગા, હરિદ્વાર વગેરે અક્ષરધામની પ્રાપ્તિ કરાવનારી છે.

તેવી જ રીતે ભગવાવસ્ત્રવાળી સતી-સાધ્વી પતિવ્રતાના દર્શનથી દુ:ખ નાશ પામે છે, સેવાથી સુખ થાય છે, વંદનથી વિષ ઉતરે છે, શ્રવણથી શુદ્ધ થાય છે, અર્ચનથી અર્ચી માર્ગ મોક્ષમાં જાય છે. શ્રીહરિ અર્થે મુંડન કરવાથી મુંડીની કહેવાય છે. ધર્મભક્તિ પ્રવર્તાવવાથી આચાર્યાણી કહેવાય છે. ઐશ્વર્ય હોય તો ભગવતી કહેવાય. અનેકને શ્રીહરિનો આશ્રય કરાવે તો લક્ષ્મી કહેવાય. તે સતી-સાધ્વી યોગિનીમાં હું રહીને સર્વના સંકલ્પ પૂર્ણ કરું છું.