કાર્તિક માસમાં પુણ્યો આપનારા ચાંદ્રાયણ વ્રતોનો વિધિ - ફળ
લક્ષ્મી કહે : હે પ્રભુ, કાર્તિક માસમાં પુણ્યો આપનારા ક્યા વ્રતો કરવા ? શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સાંભળો. કાર્તિક માસમાં મંદિરમાં, નદીમાં, તળાવમાં, કૂવામાં, વાવમાં, સમુદ્રમાં દીપદાન કરવું. તે સ્વર્ગ આપનારું છે. રોજ ત્રણ ગ્રાસ જમવા તે ઋષિ શશિવ્રત. એક માસ દૂધ પીને રહેવું તે દૂધ કૃચ્છ્ર વ્રત છે. છ દિવસ એકટાણું, ત્રણ ઉપવાસ તે સોમાયન વ્રત. એકટાણું નક્તભોજન, માગ્યા વિના ખાવું ઉપવાસ તે કૃચ્છ્ર વ્રત. એવી રીતે સોળ દિવસ રહેવું. એક દિવસ દૂધ, બીજે દિવસે ઘી, ત્રીજે દિવસે પાણી, ચોથે દિવસે ઉપવાસ તે તપ્ત કૃચ્છ્ર. ત્રણ દિવસ ગરમ પાણી, ત્રણ દિવસ ગરમ દૂધ, ત્રણ દિવસ ગરમ ઘી પીવું. ત્રણ દિવસ ઉપવાસ આ બાર દિવસને તપ્ત કૃચ્છ્રવ્રત કહે છે.
1 દિવસ પંચગવ્ય 1 ઉપવાસ તે સાંતપન વ્રત. 1 દૂધ, દહીં, ઘી, ગૌમુત્ર, છાણ, દાભડો, 7 ઉપવાસ મધ્ય સાંતવન, 3 દિવસ દૂધ, દહી, ઘી, ગૌમૂત્ર, છાણ, દાભડો, 3 ઉપવાસ મહાન સાંતપન વ્રત સમગ્ર પાપને બાળનારું છે. ખાખરો, ઉમરો, બીલી, કમળ, દાભડો પાણીમાં ઉકાળી પાંચ દિવસ પીવું પર્ણ કૃચ્છ્રવ્રત. એક માસ શ્રીફળ, ફળ, આંબળા, પાંદડા, પુષ્પ, મૂળ, જલ, દૂધ જે વસ્તુ કાર્તિક માસ પર્યંત એકવસ્તુથી વ્રત કરે તે કૃચ્છ્રવ્રત કહેવાય. એકટાણું, નક્તભોજન, માગ્યા વિના ખાવું, ચોથે દિવસે ઉપવાસ તે પાદ કૃચ્છ્રવ્રત. 3 ઉપવાસ તે પાદ કૃચ્છ્રવ્રત. એકવીસ દિવસ દૂધ પીવું અતિ કૃચ્છ્રવ્રત. 1ર દિવસ પાણી પીવું અતિકૃચ્છ્રવ્રત. 1ર ઉપવાસ પારાક કૃચ્છ્રવ્રત. 3 દિવસ તલનો સાથવો, 6 દિવસ તલ ખાવા. 6 દિવસ ઉપવાસ, તે તુલીપુરુષ કૃચ્છ્રવ્રત. દશમીએ પંચગવ્ય એકાદશીએ ઉપવાસ તે હરિ કૃચ્છ્રવ્રત. 3 દિવસ ફરાળ, 3 દિવસ ઉપવાસ તે મહેન્દ્ર કૃચ્છ્રવ્રત. પ દિવસ દૂધ, પ દિવસ દહીં, એકાદશી ઉપવાસ ભાસ્કર કૃચ્છ્રવ્રત. 6 દિવસ ભાજી એકાદશી ઉપવાસ તે સપ્તષિર્ કૃચ્છ્ર. ખાખરો, ઉંબરો બીલી, દાભડો, કમળપત્ર પાણીમાં ઉકાળીને પીવું, 6 દિવસ ઉપવાસ તે બ્રહ્મ કૃચ્છ્ર વ્રત.
સર્વેમાં ઉત્તમ સર્વ પાપોને બાળનારું નોમનું વ્રત તેમાં પંચગવ્ય લેવું, દશમે દાભડાનું પાણી, એકાદશીએ ઉપવાસ. લાલ ગાય, ધોળી, કાબરી, શ્વેત ગાય, કપિલા કાળી, સુવર્ણા, શ્વેત, પિંગલા, કૃષ્ણ પીંગલા, નીલગાય આ દશ ગાયોનું અનુક્રમથી દૂધ, દહીં, ઘી, ગૌમુત્ર, છાણ વગેરે પંચગવ્ય લેવા. ચૌદશથી ઉતરતા અમાસને દિવસે એક કોળિયો લેવા. પડવેથી વધારતા પુનમને દિવસે 1પ કોળિયા લેવા તે ચાંદ્રાયણ વ્રત. બાર દિવસ તલ ખાવા તે અગ્નિ કૃચ્છ્રવ્રત. આઠ દિવસ દહી, ત્રણ દિવસ ઘી, ત્રણ દિવસ ઉપવાસ. તે ઉદાલકવ્રત કહેલું છે. આ સર્વે કૃચ્છ્રવ્રતો શ્રીહરિની પ્રસન્નતા માટે ભક્તિપૂર્વક કરવા. તે સર્વે વ્રતો અનેક જન્મોના પાપને નાશ કરનારા, સુખ આપનારા, મુક્તિ આપનારા છે. મુખવાસ, સાકર, માખણ, ગોળ, દૂધ, તેલ તલ, મગફળી, ખજૂર, લવિંગ, એલચી, મરચાં, આદુ, ગુંદ શીલારસ, ચંદન, કસ્તુરી, ચંછામીઠું, મધ, ધુમ્રપાન વગેરે વ્રતમાં વિઘ્ન કરનારા છે. વ્રતને અંતે સાધુ-બ્રાહ્મણ અતિથી, બાળકો, અનાથ વગેરેને ભોજન કરાવીને યથાશક્તિ દાન આપવા.
લક્ષ્મી કહે : પ્રભુ, અતિકષ્ટથી થઇ શકે એવા આ કૃચ્છ્ર ચાંદ્રાયણો વ્રતો તથા તેના વિધિ તેના ફળ સર્વે તમારા મુખેથી સાંભળ્યા. તમારા વિના જીવનો ઉદ્ધાર કરનારો કોઇ નથી. કર્મફળના આપનારા પણ તમે છો. હે પ્રભુ, હે સ્વામી હવે પુરુષોત્તમ માસની એકાદશીના નામ તથા વિધિ કહો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી એકાદશી આદિ વ્રતો તથા ચાંદ્રાયણ વગેરે વ્રતો કરનાર નર-નારીઓએ વ્રતને દિવસે બ્રહ્મચર્યનું પાલન કરી કામ, ક્રોધ, લોભ, મોહ, મધ્યસ્તર, આશા, તૃષ્ણા, અહંકાર, રાગ, દ્વેષ, કપટ, ઇર્ષા વગેરે માયાના દોષોનો ત્યાગ કરવો. તેથી વ્રતનું, તપનું ફળ સંપૂર્ણ મળે છે અને અનાદિશ્રીકૃષ્ણનારાયણ પુરુષોતમ નારાયણ પરબ્રહ્મ હરિકૃષ્ણ મહારાજની પ્રસન્નતા થાય છે. અને જીવાત્મામાં શાંતી રહે છે.