ભાગ · અધ્યાય ૧૦૧–૧૦૨

શ્રીગણેશ પ્રાગટ્ય કથા

આ અધ્યાય 101–102 સંયુક્ત છે

શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, હવે હું તમને ગણેશની કથા કહું. શંકર-પાર્વતી રજોગુણમાં હતા ત્યાં વિષ્ણુ વિપ્રનું રૂપ લઇને આવ્યા. ભિક્ષા માંગી. શંકરનો સત્ત્વ પાર્વતીના શરીરને ચોંટી ગયો. શંકર બહાર આવ્યા. અતિથિનું પૂજન કરી પગે લાગી પૂછયું, શું જોઇએ છે ? વિપ્ર કહે : મને તૃપ્ત કરશો તો હું તમારો પુત્ર થઇશ. અને તમે મારા પિતા થશો. પિતા પાંચ પ્રકારના કહ્યા છે. વિદ્યા આપનારા, અન્ન આપનારા, કન્યાદાન કરનારા, ભયથી રક્ષણ કરનારા અને જન્મ આપનારા. માતાઓ આઠ કહેલી છે. જન્મદાત્રી, ધવરાવનારી, ગુરુપત્ની, પિતાની બહેન, માતાની બહેન, અપરમાતા, પુત્રવધુ, અન્ન આપનારી. પુત્ર પાંચ પ્રકારના કહ્યાં છે - નોકર, શિષ્ય, ઘોષણા કરેલો, શરણાગત, ઔરસ, માતાથી જન્મેલો. પછી વિપ્રરૂપ તે શ્રીહરિએ આશીર્વાદ આપતા કહ્યું, હું જન્મો જન્મ તમારો પુત્ર થઇશ.

શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, પાર્વતીએ વિષ્ણુને ભીક્ષા આપી ત્યાં વિષ્ણુ પાર્વતીના સ્વરૂપમાં અદૃશ્ય થયા. પછી શંકર ગણો સહિત નદીએ ન્હાવા ગયા. નાહીને ધ્યાનમાં બેસી ગયા. પાર્વતીએ સ્નાન કરવા માટે પોતાના શરીરમાં ચોંટેલો શંકરનો સત્વ ઉતારી પુતળું બનાવ્યું. એ બાળક સજીવન થયું. તે પુત્રને પાર્વતીએ કહ્યું, હું સ્નાન કરું છું. તું દરવાજે ઊભો રહે કોઇને અંદર આવવા દઇશ નહીં. પાર્વતી પુત્રને એમ કહી શણગાર કરી દરવાજે રાખ્યો અને આયુધો આપ્યા. પાર્વતીપુત્ર શ્રીગણેશ ત્રિશૂલ, તલવાર વગેરે લઇ દરવાજે ઊભા રહ્યાં.