રતિ-કામદેવ તેમજ સોનાની ખાણની ઉત્પત્તિ
આ અધ્યાય 198–199 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બ્રહ્માએ પૂર્વે સૃષ્ટિમાં માનસ પુત્ર કામદેવ તથા તેની પત્ની રતિનું સર્જન કર્યું.
સમુદ્ર મંથનમાં દૈત્યોને મોહ પમાડવા શ્રીહરિએ મોહિનીનું રૂપ લીધું ત્યારે શંકર પણ મોહ પામ્યા અને ધાતુ સ્ત્રવી ગયો, તે પૃથ્વીમાં સોનાની ખાણો થઇ. પછી શંકરે વિચાર્યું કે, મને કેમ મોહ થયો ? ત્યાં તો પ્રભુએ દિવ્ય દર્શન આપ્યું. શંકરે સ્તુતિ કરી - મોહિની સ્વરૂપને ધારણ કરનારા તમને નમસ્કાર હો. શ્રીહરિ કહે : તમે નિર્લેપ છો, નિર્ગુણ છો, નિર્બંધન છો. મારા ભક્તને માયા બંધન કરતી જ નથી. મહામાયા મહાલક્ષ્મી, કમલા, રાધિકા, રમા, સરસ્વતી, સાવિત્રી, પાર્વતી, રૂક્મણી, કંભરા, મોહિની, તુલસી, હંસા, મંજુલા, ચંપા, હેમી, દયા, પ્રભા, માણિકી, જયા, લલિતા, જીવી, મંગલા, પુષ્પા, મુક્તાદેવી, શાંતા તે સર્વે મારા યોગથી મોક્ષ આપનારી છે. મારી માયા તો અભક્તને જ બંધન કરે છે.