ભાગ · અધ્યાય ૬૫–૬૬

પાપ પ્રમાણે યમપુરીનાં ચુમ્માલીસ નર્ક કુંડોના દુ:ખો

આ અધ્યાય 65–66 સંયુક્ત છે

શ્રીહરિએ બાર ચૈતન્ય દેવો બ્રહ્માને આપ્યા. બ્રહ્માએ યમદેવને આપ્યા. તે બાર શ્રવણ દેવતાઓ વાયુરૂપે આકાશમાં વિમાનમાં બેસી ફરતા રહીને ત્રિલોકીના જીવાત્માઓએ કરેલા કર્મો તે ચિત્રગુપ્તને કહે છે, તે પ્રમાણે પાપી જીવાત્માઓ યમપુરીમાં તામીસ્ર અંધતામીસ્ત્ર, શૈરવ, મહાશૈરવ, કુંભીપાક, કાલસુત્ર, અસીપત્ર, વન, સૂકશસ્ય, અંધુકુપ, તપ્તસૂર્મી, વજ્ર, કંટક, શાલ્માણ, પુવૈદ, વૈતરણી પ્રાણરોધ અયસ્થાન, અવીચી, શ્વાદન, લાળ, ભક્ષણ, સર્પદંશ, કૃમી, ભોજન, એકવીસ નરકના કુંડમાં પાપી જીવાત્માને નાખે છે. ગુરુ પિતૃ પૂજ્યની નિંદા કરનારો બેરો થાય, પગ ભાંગનારો લંગડો થાય, હાથ ભાંગનારો ઠૂંઠો થાય છે.

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, જે કુટુંબમાં વંશમાં કોઇપણ પિંડદાન કરનારું ન હોય તેવા પાપી જીવને યમદૂતો લઇ જાય છે. જે પાપી જીવ બીજાનું ધન, સ્ત્રી, પુત્રને લઇ જાય છે તે તામીસ્ર કુંડમાં પડે છે. જ્યાં ભુખ-તરસ પીડા કરે છે. છેતરીને ધન, સ્ત્રીને હરનારા અંધતામીસ્રમાં પડે છે. હિંસા કરનારા શૈરવમાં પડે છે. બીજાને દુ:ખ આપનારા મહા શૈરવમાં પડે છે. પશુને દુ:ખ આપનારા કુંભીપાકમાં પડે છે. ગુરુમાતા, પિતા, બ્રાહ્મણ, સાધુ-સાધ્વીનો દ્રોહ કરનારા કાલસૂત્રમાં પડે છે. પોતાના ધર્મને હણનારો પાખંડી, અસીપત્ર વનમાં રખડે છે. ચોરીથી, બળજબરીથી સોનુ, રત્નો લઇ જનારો સર્પદંશ વીંછી કુંડમાં પડે છે. બળાત્કારથી સ્ત્રીને ભોગવનાર તપ્તસુર્મી કુંડમાં પડે છે. પશુ આદિને કાપે છે તે વજ્ર કંટકમાં પડે છે. શિકાર કરી માંસ ભક્ષણ કરનારાને દારૂ પિનારાને લોઢાનો ગરમ રસ પવાય છે. ઝેર આપનારા, અગ્નિ લગાડનારા શ્વાદન કુંડમાં પડે છે. વનમાં અગ્નિ લગાડનારાને અગ્નિમાં નાખે છે. આ રીતે અનેક પ્રકારના પાપો કરનારા યમપુરીના ચુમ્માલીશ નરકના કુંડમાં પડે છે, અને અનેક કષ્ટો ભોગવે છે.