ભાગ ૧ · અધ્યાય ૨૬૭
બીજની તિથીએ કોનું પૂજન કરવું ?
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચૈત્રી બીજે બ્રહ્મા સાવિત્રીના લગ્ન થયા તથા ચંદ્ર અને સૂર્યપુત્રો અશ્વિનીકુમારનો જન્મ વૈશાખી બીજે થયો. બ્રહ્માએ તપ કર્યું. જેઠી બીજે સૂર્ય શ્રીહરિના નેત્રથી પ્રગટ થયા. અષાઢી બીજે સંકર્ષણ જન્મ પૂજા કરવી. શ્રાવણી બીજે વિશ્વકર્માની પૂજા કરવી. ભાદરવી બીજે ઇન્દ્ર જન્મ, આશ્વિન બીજે દુર્ગા પૂજા, કાર્તિક બીજે યમરાજ યમુના, માગશર બીજે પિતૃ પ્રગટ થયેલા, પોષ બીજે કામધેનુ પૂજા, માઘ બીજે સૂર્યપૂજા, ફાગણ બીજે શંકરપૂજા કરવી.