ભાગ · અધ્યાય ૬૩

સૂર્યપત્ની સંજ્ઞાનું ઘોડીરૂપે તપ

શ્રીનારાયણ કહે : સૂર્યે સમાધીમાં સંજ્ઞાને બદ્રિકાશ્રમમાં ઘોડી રૂપે તપ કરતા જોઇ. પછી વિશ્વકર્માએ સૂર્યને સરાણે ચડાવી સરખા કર્યા. બાર કટકાના બાર આયુધો કર્યા. ચક્ર વિષ્ણુને આપ્યું. ત્રિશૂલ શંકરને, શક્તિ કાર્તિકને, આઠ ધારવાળું વજ્ર ઇન્દ્રને, ભયંકર દંડ યમદેવને, મણિ કુબેરને, તલવાર કાલી માતાને, કૃપાલ અગ્નિને, બાણ નરને, ઉલ્કા વાયુને, દાતરડું દૈત્યને આપ્યા. પછી સૂર્ય સંજ્ઞા પાસે ગયા. અશ્વરૂપ થઇ સંગ કર્યો. તેના બે અશ્વિનીકુમારો દેવોના વૈદ્ય થયા. તથા એક પુત્ર રૈવત થયો. તે ગીરનારમાં આવી વસ્યો તેથી ગીરનારનું નામ રૈવતાચળ થયું. આ રીતે સૂર્યને સંજ્ઞામાં યમ યમી મનુ, અશ્વિનીકુમાર બે, રૈવત તથા છાંયામાં શનિ, તાપી સાવર્ણી, મનુ વગેરે નવ સંતાનો થયા. પછી સંજ્ઞા પતિને પગે લાગી અપરાધ ક્ષમા માગી.