ચાર પ્રકારનાં પ્રલય
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બ્રહ્માનો દિવસ પૂરો થાય સાંજ પડે ત્યારે પાતાળથી ઉપર સ્વર્ગ સુધી દશલોક નાશ થાય છે. પ્રથમ સો વર્ષ દુષ્કાળ પડે ત્યારે નદી, સમુદ્ર સુકાઇ જાય. દેહધારીઓ નાશ પામે. પછી સો વર્ષ સૂર્ય તપે તે પૃથ્વી પર્વતને બાળીને ભસ્મ કરી દે. પછી સો વર્ષ સુધી બારે મેઘ વર્ષે સ્વર્ગ સુધી પાણી ભરાય. તે ત્યારે પુણ્યશાળી જીવો મહરજન, તપ અને સત્યલોકમાં રહે છે. આ રીતે બ્રહ્માને સાંજે દિવસ પુરો થાય ત્યારે દશ લોકનો નાશ થઇ સવારે બ્રહ્મા ફરી સ્વર્ગ, પાતાલ વગેરે સર્જન કરે તેને બ્રહ્માનો નિત્ય પ્રલય કહેવાય છે. ત્યારે શ્રીહરિ મત્સ્ય અવતાર ધારણ કરીને વહાણમાં ભરેલા ખીજરૂપ જીવનું આખી રાત ચાર હજાર યુગ સુધી રક્ષણ કરી સવારે બ્રહ્માને સોંપે છે. બ્રહ્માના સો વર્ષ પૂરા થાય ત્યારે સત્યલોક સહિત ચૌદ લોકના બ્રહ્માંડનો નાશ થાય તે નિમિત્ત પ્રલય કહેવાય છે. અને જીવાત્માને પ્રભુનો યોગ થાય અને પ્રગટ પ્રભુની ભક્તિ કરે તેનો મોક્ષ થાય. તે આત્યંતિક પ્રલય કહેલો છે. મૂળ માયામાંથી થયેલા ચોવીસ તત્ત્વો સહિત અનંત બ્રહ્માંડનો પ્રલય થાય છે. તે પ્રાકૃત પલય કહેવાય છે અને જીવાત્માને પ્રભુનો યોગ થાય અને પ્રગટ પ્રભુની ભક્તિ કરે તેનો મોક્ષ થાય તે આત્યંતિક પ્રલય કહેલો છે. આ રીતે નિત્ય, નિમિત્ત, પ્રાકૃત, આત્યંતિક ચાર પ્રકારના પ્રલયની કથા વાર્તા સાંભળે તો જીવને જ્ઞાન થાય છે. ટૂંક સમય જીવવું અને ભગવાનને ભૂલી ન જવાય તે અનુસંધાન રાખવું.