ભાગ · અધ્યાય ૧૮૯–૧૯૦

શિવ-પાર્વતી વિવાહ પત્રીકા વિતરણ

આ અધ્યાય 189–190 સંયુક્ત છે

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હિમાલય મેનાએ પૃથ્વીના સર્વે પર્વતોને તથા દેવો- ઇશ્વરોને, ઋષિઓને પાર્વતીના લગ્નની પત્રિકાઓ મોકલતા હતા. સર્વે સ્થાનોમાંથી આવેલા મહેમાનોને મિષ્ટાનો, ફરસાણો, પુરી, શાક, દાળ, ભાત, સંભારા, ભજિયાં, અથાણાં, પાપડ, ચટણી સર્વે રસોઇ જમાડતા હતા. તે હિમાલય વિશ્વકર્મા પાસે મંડપની રચના કરાવતા હતા તથા આવેલા પર્વતો, વનો, નદીઓ, તીર્થો, દેવો, દેવીઓ વગેરેને ઉતારા અપાતા હતા તથા બધાનો સત્કાર કરતા હતા.

હિમાલયે કૈલાશમાં શંકરને લગ્નપત્રિકા મોકલી. શંકર વાંચી પ્રસન્ન થયા. અને નારદને બોલાવીને કહ્યું, ચૌદ લોકમાં આમંત્રણ આપી આવો. સર્વે ઇશ્વરો, ઇશ્વરાણીઓ, દેવો, દેવીઓ, સિદ્ધો, ગાંધર્વો, વિદ્યાધરો, ચારણો, ઋષિમુનિઓ, પૃથ્વીના સર્વે જીવ પ્રાણીમાત્ર તે સર્વે શંકરની જાનમાં આવશે. જે જાનમાં નહીં આવે તે મારો ભક્ત નથી. સર્વે સ્થાનોમાંથી સર્વે ઇશ્વરો વગેરે કૈલાસમાં શંકર પાસે આવી જાનમાં જવાની તૈયારી કરતા હતા.