વિષ્ણુ-તુલસીવિવાહની લોકમાં પ્રસિદ્ધ
લક્ષ્મી કહે : પ્રભુ, બ્રહ્માએ પ્રજાની વૃદ્ધિ માટે સ્ત્રી બનાવી. સ્ત્રી તે માયાનું લક્ષ્મીનું રૂપ છે. નર છે તે વિષ્ણુ સમાન છે. તેમાં પણ વિષ્ણુ ભગવાન તો સર્વેના પતિ છે. તેમાં અધર્મ ક્યાં થયો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સાંભળો. પૂર્વે નરનારીનું સર્જન બ્રહ્માએ કર્યું ત્યારે કોઇને રાગ, કામના, તૃષ્ણા ન હતી. કેવળ પ્રજાની ઉત્પત્તિ માટે જ વંશવૃદ્ધિ માટે જ નરનારી સેવા ધર્મપરાયણ હતા. આ ધર્મ સનાતન હતો. તે કેદાર કન્યાના શાપે સ્ત્રીઓ રાગવાળી, તૃષ્ણાવાળી, કામનાવાળી થવાથી નરનારીઓને પરસ્પર રાગ વધતો ગયો. તે રાગ અને તૃષ્ણા ન હોય તો યોગ ન બને અને યોગ ન થાય તો બીજપ્રદાન ગર્ભ ન થવાથી વંશવૃદ્ધિ ન થાય. માટે ભોગની ઈચ્છાથી યોગ ને અધર્મ, નર કામ તૃપ્તિ માટે સ્ત્રી પાસે જાય તે રાગ અને તૃષ્ણા અને પ્રજા ઉત્પત્તિ માટે સ્ત્રી પાસે જાય. તે ધર્મ. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તેમાં પણ યુગયુગના ધર્મ જુદા જુદા હોય છે. પૂર્વે બ્રહ્માના મનુ રાજા શતરૂપા થયા. તેના પ્રિયવૃત ઉતાનપાદ થયા. ઉતાનપાદનો ધૃવ વૈષ્ણવ ભક્ત થયો. તેનો કેદાર રાજા મહાભક્ત થયો. તે રોજ સાધુ વિપ્રોને ભોજન કરાવી દાન આપતો. તે સર્વે મને લક્ષ્મીનારાયણને અર્પણ કરીને ગ્રહણ કરતો, તેની પૂજામાં મેં તેના રક્ષણ માટે ચક્ર રાખેલું હતું. એકવાર દ્વાદશીના પારણામાં સવારે દશ લાખ વિપ્રો ભોજન માટે આવ્યા. વિપ્રોએ રાજા પાસે યજ્ઞમાં હોમ કરાવી મિષ્ટાન્ન દૂધપાક વગેરે જમી દક્ષિણા પ્રાપ્ત કરી, આશિર્વાદ આપ્યા. તારે ઘેર લક્ષ્મીનો વાસ થાવ. મધ્યાહ્ને યજ્ઞમાં હવન કરતા વિષ્ણુની આજ્ઞાથી વૃંદા યજ્ઞ કુંડમાંથી પ્રગટ થયા. કેદારરાજાને કહે : હું પ્રભુની આજ્ઞાથી તમારે ત્યાં કન્યારૂપે આવી છું. પ્રગટ થતા જ યુવાન તેજસ્વી જોઇને કેદાર રાજાએ અને તેની રાણીએ પૂજન કર્યું. વૃંદા લક્ષ્મીને પ્રતાપે કેદાર રાજાની સંપત્તિનો પાર ન રહ્યો.
વૃંદા વિષ્ણુને પ્રાપ્ત કરવા માતા-પિતાને નમસ્કાર કરી યમુના કાંઠે વૃંદાવનમાં પૂર્વે ભસ્મ થયા હતા ત્યાં તપ કરવા ગયા. બ્રહ્માએ, પ્રસન્ન થઇ વરદાન આપ્યું. વિષ્ણુ કૃષ્ણરૂપે પ્રગટ થશે ત્યારે તને પ્રાપ્ત થશે. એકવાર વૃંદા વીણા વગાડતી બેઠી હતી. ત્યાં ધર્મદેવ આવ્યા પરીક્ષા કરી યુવાન વિપ્રનું રૂપ લઇ પૂછ્યું વનમાં એકલી તું કેને માટે તપ કરે છે. વૃંદા કહે : હું કેદાર રાજાની પુત્રી છું. વિષ્ણુ માટે તપ કરું છું. તું સમર્થ હો તો આશિર્વાદ વરદાન આપ નહીં તો ચાલ્યો જા. ધર્મદેવ કહે : પરમાત્માને શ્રી, લક્ષ્મી, રાધા, રમા, પાર્વતી, શારદા, માણિકી, પ્રભાવી અનેક પત્નીઓ છે તે તને કેમ વરે ? તે પ્રભુ વૈકુંઠમાં ચતુર્ભુજરૂપે ગોલોકમાં દ્વિભૂજરૂપે, અક્ષરધામમાં દ્વિભૂજરૂપે અનંત પત્નીઓથી સેવાએલા છે તે પરબ્રહ્મનો બ્રહ્મા ભવપાર પામતા નથી તે તને કેમ વરે. તેથી તું કોઇ રાજાને, ઇશ્વરને અથવા મને વરી લે. વૃંદા ક્રોધ કરી કહે : જે પોતાની પત્ની વિના બીજી સ્ત્રીનો યોગ કરે તે અધર્મ. તેથી મારા તપનો ક્ષય થાય, તારું વ્રત ભંગ થાય. પૃથ્વી, જળ, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, દિશાના ઇશ્વરો, યમ તથા સ્વર્ગમાં રહેલા અંતર્યામી આ સર્વેના કર્મને જાણે છે. માટે હે વિપ્ર તું જા નહીં તો તને ભસ્મ કરી દઇશ. તો પણ ધર્મ બળાત્કારથી વૃંદા પાસે જવા ગયા ત્યાં વૃંદાએ શાપ આપ્યો. તારો ક્ષય થાવ, ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આવ્યા.
વૃંદાના શાપથી ચેષ્ટા રહિત થયેલા ધર્મદેવને જોઇને વૃંદાને કહે : ધર્મદેવને ક્ષમા કર, ધર્મને જીવતા કર. જગતમાં ધર્મ વિના સર્વે નાશ થશે. અંધકાર થઇ જશે. સૂર્ય-ચંદ્ર કંપવા લાગ્યા. શેષ પૃથ્વી ધ્રૂજવા લાગ્યા. દેવો કહે, ધર્મ રક્ષણ માટે તપ કરે છે અને ધર્મને શું કામ મારે છે. વિપ્રરૂપે આ ધર્મને તારી પરીક્ષા કરવા માટે બ્રહ્માએ પ્રેર્યા હતા. માટે ધર્મ નિર્દોષ છે. તપથી ધર્મ પ્રાપ્ત થાય છે. ધર્મથી મનુષ્યોને ફળ થાય છે. જો ધર્મનો ક્ષય થાય તો ફળ ક્યાંથી મળે. ધાર્મિક મનુષ્યો કર્મ, ધર્મ વિના નિષ્ફળ થાય છે માટે વૃંદા ધર્મને જીવતા કરો. વૃંદા કહે : હું બ્રાહ્મણરૂપે રહેલા ધર્મને નથી જાણતી. મને તો બળાત્કારથી પાસે આવ્યા એટલે મેં ક્ષય કર્યો છે. ધર્મને જીવતા કરીશ પણ મરેલા ધર્મને નહીં. યુગભેદથી દેશકાળના ભેદથી અન્ય ધર્મ જે પ્રવર્તશે તે ધર્મ રહેશે. જો મારું તપ સત્ય હોય વિષ્ણુપૂજન સત્ય હોય, તે પુણ્યથી વિપ્ર જીવતો થાય. તે વખતે ધર્મપત્ની મૂર્તિદેવીએ કહ્યું, જો હું ધર્મવાળી હોઉં તો ધર્મ જીવિત થાય. ત્યારે વિષ્ણુ પ્રસન્ન થઇ કહે : તમારા બંનેના તપ, ધર્મ, વ્રત, ભક્તિથી આ ધર્મદેવ જીવિત થાવ, અને આ ધર્મ સત્યુગમાં ચાર પગે, ત્રેતાયુગ ત્રણ પગે, દ્વાપર યુગમાં બે પગ, અને કળીયુગમાં એક પગે રહેશે. એમ કહીને નારાયણે ધર્મને બોલાવ્યા. ધર્મે જીવન પ્રાપ્ત કર્યું. મૂર્તિદેવી વૃંદા પ્રસન્ન થયા. સર્વે દેવોએ ધર્મને પૂજ્યા અને વૃંદાની પ્રશંસા કરી. વિષ્ણુએ વરદાન માગવાનું કહ્યું.
વૃંદા કહે : મેં વિષ્ણુ માટે તપ કર્યું છે. તેથી વિષ્ણુ મારા પતિ થાવ, અને મારી સાથે વિવાહ કરીને મને વૈકુંઠમાં લઇ જાય. શ્રીહરિ કહે : તથાસ્તુ. વૃંદા પ્રસન્ન થયાં. એવી રીતે કેદાર રાજાની કન્યા વૃંદા વિષ્ણુની સાથે વિવાહ કરીને વૈકુંઠમાં ગયા. પછી વિષ્ણુ વૃંદાને કહે : તું વૃંદાવનમાં તુલસી વૃક્ષરૂપે કાયમ રહે, હું આ વૃંદાવનનો ત્યાગ નહીં કરી શકું. તારી સાથે અહીં વાસ કરીને વિષ્ણુ તુલસી વિવાહ લોકમાં પ્રસિદ્ધ થશે. કાલાંતરે તું પણ પુત્રી રાધાની છાંયારૂપે થઇશ. ત્યારે ફરીથી તારી સાથે હું લગ્ન કરીશ. એ પ્રમાણે વિષ્ણુ વૃંદાની સાથે વિવાહ કરીને વૃંદાને વૈકુંઠમાં લઇ ગયા. દેવો સર્વે પોતાના સ્થાનમાં ગયા.