ગણેશના હાથીના મસ્તકની કથા
શ્રીનારાયણ કહે : ત્યાં આકાશવાણી થઇ. હે સતી તારો પુત્ર મરણ પામ્યો નથી. તે શાશ્વત છે. બ્રહ્મા, વિષ્ણુ, શિવ આદિ જેનું ધ્યાન કરે છે તે પરમેશ્વર હતા. તેઓ સર્વે પૂજ્ય થશે. આ સાંભળી પાર્વતી શોક રહિત થયા. પછી બ્રહ્માએ વિષ્ણુને કહ્યું તમે સર્વજ્ઞ છો. હવે શું કરવું તે કહો. વિષ્ણુ કહે : પૂર્વે મે પાણીમાં કૂંડથી જેનું રક્ષણ કર્યું તે હાથી ઉત્તર દિશાના વનમાં છે. તેનું મસ્તક લઇ આવું. એમ કહી ગરૂડ પર બેસી ત્યાં ગયાં. તે હાથીને કહ્યું : દાન કર તો સારૂ ફળ મળે. હાથી કહે : મને ફળફૂલ, પાન, ડાળા, વિના શું મળવાનું છે ? વિષ્ણુ કહે : તારા મસ્તકનું દાન કર તો તને લાડુ અને પૂજ્યપણું મળે. હાથી કહે : બહુ સારું. વિષ્ણુએ ચક્રથી મસ્તક ઉતારી ગરૂડ પર મૂકી આવ્યા. હાથીને બીજું માથું કરી જીવાડ્યો. ગણેશના ધડ પર વિષ્ણુએ હાથીનું મસ્તક મૂકી સજીવન કર્યા. ત્યાં તો ગણેશે ચીત્કાર કર્યો બધા દેવો રાજી થયા. પાર્વતી-શંકર પ્રસન્ન થયા. પછી સર્વે દેવોએ ગણેશને સિંહાસન, મુગટ, વસ્ત્ર, અલંકારો છત્ર, ચામર વગેરે આપ્યું.