માતંગેશ્વર તીર્થ અને કપીલા તીર્થનો મહિમા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે ઋક્ષ પર્વતના અશોક વનમાં માતંગઋષિ આશ્રમમાં રહેતા. તે અતિ દુષ્કર તપ કરી ધર્મ અને જ્ઞાનના જાણકાર થયા. તેમના તપથી પ્રસન્ન થયેલા શંકર કહે, ભક્ત તારા મનમાં જે ઈચ્છા હોય તે માંગ. માતંગઋષિ કહે, અહીં મારા તીર્થ થાય અને અહીં પાપી, ચાંડાલ, શ્વપચ, ચર્મકાર વગેરે દર્શન કરવા આવે તેનો ઉદ્ધાર થાય. શંકર કહે, તથાસ્તુ. તે માતંગેશ્વર તીર્થ થયેલું છે. પછી શંકરે “ૐ શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને નમ:” એ મંત્ર આપ્યો અને કહ્યું, તું આ મંત્ર સર્વને આપજે. તેથી સર્વેનો મોક્ષ થશે.
તે માતંગઋષિ પૂર્વે જન્મમાં નિષાદ હતા. તે વનમાં એક શિકારી આવ્યો. રાત્રે સુતો. અગ્નિ લાગ્યો. તેમાં બળી મરી ગયો. તેના અસ્થિ પાણીના પ્રવાહમાં નર્મદામાં જવાથી યક્ષ થઇ સ્વર્ગમાં દશ હજાર વર્ષ રહ્યો. પૂર્વે યુવનાશ્વ રાજાએ વશિષ્ટને પૂછ્યું, યજ્ઞ તીર્થ દેશમાં કે મંદિરમાં ક્યાં કરવો ? વશિષ્ટ ઋષિ કહે, નૈમિષારણ્યમાં કરવો. પછી રાજાએ ત્યાં યજ્ઞ કરી બ્રાહ્મણ, સાધુ, અતિથિને ભોજન કરાવી અનેક પ્રકારના દાન આપ્યા. પછી રાજા આવતો હતો. રસ્તામાં વાંદરો મળ્યો. તેને કહ્યું, સત્યધર્મા રાજાએ યજ્ઞ કર્યો હતો એવો તારો યજ્ઞ નથી થયો. તેના યજ્ઞમાં નર્મદામાં કરેલા યજ્ઞમાં હું કંઠ સુધી સોનાનો થયો હતો અને મારા બચ્ચા સર્વે સોનાના થયા હતા. યુવનાશ્વરાજા વાંદરાને કહે, તું કોણ છો ? વાંદરો કહે, હું જાબાલી ઋષિનો પુત્ર કદંબ હતો. ફળ ચોરીને ખાધા તેથી વાંદરાનો જન્મ આપ્યો થયો. તે સત્યધર્મા રાજા એ બીજો યજ્ઞ કર્યો. ત્યારે વાંદરો કપીલા તીર્થમાં નર્મદાના તીર્થમાં યજ્ઞ કરી, શ્રીકૃષ્ણનારાયણ ભગવાનને પ્રસન્ન કરી વૈકુંઠ ધામમાં ગયો. આ તીર્થની કથા કોઇ કહેશે, વાંચશે, સાંભળશે તે પરમગતીને પણ પ્રાપ્ત કરશે.