ભાગ · અધ્યાય ૧૧૨

અનાદિશ્રીકૃષ્ણનારાયણ પાસેથી મંત્રદિક્ષા લઇ શંકર વૈષ્ણવ થયા

લક્ષ્મી પૂછે : હે હરિકૃષ્ણ, શંકરને વૈષ્ણવ કહ્યા છે. તે ક્યારે થયા ? શ્રીનારાયણ કહે : હિમાલયમાં જે નરનારાયણ છે તે નર નાના બે ભૂજાવાળા પીંગળા છે. નારાયણ ચાર ભૂજાવાળા શ્વેત છે. એકવાર શંકરે તપ કર્યું. નારાયણે દર્શન દીધાં. શંકરે બે વરદાન માગ્યા. એક તો હું શિવ મહાવૈષ્ણવ ભક્ત બનું. બીજું મારે આશરે આવે તેને મારી પ્રસન્નતાથી મુક્તિ આપું. નારાયણે કહ્યું, તથાસ્તુ. હે શિવ તમે મારી પાસેથી મંત્ર દિક્ષા ગ્રહણ કરો. એમ કહીને “બ્રહ્માહં બ્રહ્મ ભક્તોડ્સ્મિ” એ મંત્ર આપી સદા જપ કરવાનું કહ્યું તથા પ્રપતિ શરણે આવેલાને શ્રીમન્નારાયણ તથા લક્ષ્મીનારાયણ મંત્ર આપવો. સ્વામિનારાયણ મંત્ર મોક્ષ આપનારો કહ્યો છે. અર્થસિદ્ધિ તથા નરનારાયણ બ્રહ્મગતિ તથા હરિનારાયણ દુ:ખ નાશ, કૃષ્ણનારાયણ ઐશ્વર્ય, વાસુદેવનારાયણ ઐશ્વર્ય, રામનારાયણ પાપનાશ, ૐ શ્રીનારાયણ મુક્તિ-ભક્તિ તથા શ્રીહરિ શરણં મમ આ દશ પ્રકારના મંત્રો ભુક્તિ-મુક્તિ આપનારા છે. તે મંત્રો તમે બ્રહ્માંડમાં દેવોને, મનુષ્યોને, શિષ્યોને, ભક્તોને આપજો તથા મારા ચિહ્નો શંખ, ચક્ર, ગદા, પદ્મ તે તપ્તમુદ્રા બાવડા પર ધારણ કરજો તથા ષોડ્શોપચારથી મારી પૂજા-લક્ષ્મીએ સહિત કરી ધ્યાન કરજો. તથા પચ્ચીસ લક્ષણવાળી ગાયત્રી મંત્રનો જાપ કરવો. “ૐ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધિમહિ તન્નો બ્રહ્મ પ્રચોદયાત્.” તથા તુલસીની બેવડી કંઠી કંઠમાં ધારણ કરવી. તથા તુલસીની માળા એકસો આઠ પારાવાળી મંત્રજપ કરવા માટે રાખવી. આ રીતે શંકર પોતે પરબ્રહ્મ નારાયણ પાસેથી મંત્રદિક્ષા લઇ વૈષ્ણવ થયા.