ગણેશ દ્વારા શિવ-પાર્વતીની પ્રદક્ષિણા
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, ગણેશ મોટા થયા. વિશ્વરૂપને પોતાની રિદ્ધિ-સિદ્ધિ બન્ને કન્યાઓનાં લગ્ન શિવ પુત્રો સાથે કરવાની ઈચ્છા થઇ. શંકર કહે : બંનેમાં પહેલા લગ્ન કોના કરવા ? તો જે પૃથ્વીની પ્રદશિણા કરી પહેલા આવે તેના લગ્ન કરવા, કાર્તિક સ્વામી પોતાનું વાહન મોરને લઇ ઉપડ્યા. ગણેશે વિચાર્યું કે, મારું જાડું શરીર વાહન ઊદર પહોંચાશે નહીં. તેથી માતા પાર્વતી શંકર બેઠા હતા ત્યાં તેને સાત પ્રદક્ષિણા ફરી, ગાય અને પોઠિયાને સાત સાત પ્રદક્ષિણા કરી, શંકર-પાર્વતી પાસે આવી નમસ્કાર કરી. ગણેશ કહે, માતા-પિતા મારા લગ્ન કરી દ્યો હું પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવ્યો. પાર્વતી કહે : એટલીવારમાં પૃથ્વીની પ્રદક્ષિણા ક્યારે કરી ? ગણેશ કહે, શાસ્ત્રમાં લખ્યું છે - માતા પૃથ્વી છે, પિતા સ્વર્ગ છે, ગાય પૃથ્વી છે, પોઠિયો ધર્મ છે. આ બધાની મેં પ્રદક્ષિણા કરી છે. પુત્રને માતા-પિતા તે તીર્થરૂપ છે. પત્નીનું તીર્થ પતિ છે. પતિનું તીર્થ પતિવ્રતા સ્ત્રી છે. શંકર-પાર્વતી કહે, તે શાસ્ત્ર પ્રમાણે બુદ્ધિનું કામ કર્યું છે. કાર્તિક સ્વામી આવ્યા, જુએ તો માતા-પિતા પાસે ગણેશને જોયા.