પતિવ્રતા લોપામુદ્રા દ્વારા વિંધ્યાચળ પર્વતનો ગર્વ નાશ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, અગત્સ્ય ઋષિપત્ની પતિવ્રતા લોપામુદ્રાની કથા કહું. સાંભળ. એકવાર નારદજી બદ્રિકાશ્રમમાં જતાં હતા ત્યાં આકાશમાં વિંધ્યાચળને જોયો. વિંધ્યાચળે નારદને નમસ્કાર કર્યા. નારદ કહે, તું હિમાલય જેવો છે પણ મેરુ પર્વત સમાન ન થઈ શકે. એટલું કહીને ચાલ્યા ગયા. વિધ્યાચળ પર્વતને અહંમ આવ્યું. મારાથી મોટા કોઇ નહીં એટલે આકાશમાં વૃદ્ધિ પામીને સૂર્યની ગતિ અટકાવી. સૂર્ય એક અર્ધ નિમેષમાં, બે હજાર બસો યોજન ગતિ કરે તે સૂર્ય અટકી ગયા. સર્વે દેવો, ઋષિઓ, બ્રહ્મા પાસે ગયા. કાળ, સમય, અટકી જાય તો બ્રહ્માંડનો વ્યવહાર કેમ ચાલે. બ્રહ્મા, ઈન્દ્ર, વગેરે દેવો ઋષિ-મુનિઓ સર્વે અગત્સ્ય ઋષિના આશ્રમે આવ્યા. જ્યાં સિંહ અને મૃગ પાણી પિતા હતા. નોળીયો સર્પ વેરને તજી સાથે રહેતા હતા. જ્યાં યજ્ઞ કર્મકાંડ વેદ અભ્યાસ થતો હતો. ત્યાં સર્વે આવી અગત્સ્ય મુનિને પગે લાગી કહે, અમે સાંભળ્યું છે કે, તમારા પત્ની ભક્તિવાળા, બ્રહ્મનિષ્ટ, પતિવ્રતા છે. તેના દર્શન કરવા અને એક કાર્ય માટે અમે આવ્યા છીએ.
જે સ્ત્રી પતિને જમાડી ને જમે, પતિને સૂવાડી ને સુવે, આજ્ઞામાં રહે, આજ્ઞા વિના કોઇ ઉત્સવમાં જાય નહીં, પતિને રાજી રાખવા શૃંગાર કરનારી, ક્યારેય પણ પતિને ઉદ્વેગ નહીં કરાવનારી, રૂપવાળા કે કુરૂપ રોગીને, દ્વરિદ્રી ગમે તેવો હોય તો પણ પતિની ઈશ્વરની જેમ સેવા કરનારી આવી પતિવ્રતા સ્ત્રી અને ગંગામાં કાંઇ ભેદ નથી. તેના દર્શનથી પાપી પણ પાવન થઈ જાય છે. બ્રહ્માદિ દેવોની સ્તુતિ અને પતિવ્રતાની પ્રસંશા સાંભળી અગત્સ્યમુનિ પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કરી લોપામુદ્રાને કહેવા લાગ્યા કે, પ્રિયે આપણે કાશીમાં ગંગા કાઠે બહું રહ્યા. હવે દેવોના કાર્ય માટે જવું પડશે. એમ કહી પત્નીને સાથે લઈ પોતાના યોગબળથી પતિવ્રતાના પ્રભાવથી આકાશ માર્ગે એક નેમિષમાં વિંધ્યાચળ પર્વત પાસે આવ્યા.
વિંધ્યાચળ અગત્સ્યમુનિ અને તેની પત્નીને જોઇ કંપવા લાગ્યો. નિચો નમી અગત્સ્યમુનિને પગે લાગ્યો. અગત્સ્યમુનિએ આશિર્વાદ આપ્યા. હું જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી ઊભો ન થાતો. એમ કહીને પત્ની સાથે દક્ષિણ દિશામાં ગોદાવરી નદીએ ગયા. તે હજુ સુધી ઉત્તર દિશામાં ગયા નથી. અને વિંધ્યાચળ ત્યાં જ સ્થિર રહ્યો છે અને સૂર્યની ગતિ યથાવત ચાલુ થઈ. જે બીજાની સામર્થી નહીં જાણી પોતાની સામર્થી બતાવે છે. તે હાસ્ય પાત્ર થાય છે. પછી અગત્સ્યમુનિ અને તેના પત્ની દક્ષિણ દિશામાં ગોદાવરી કાંઠે આવ્યા. ત્યાં મહાલક્ષ્મીના દર્શન થયા. મુનિ પત્ની પગે લાગી. સ્તુતિ કરી, હે જગતમાતા તમને નમ: તમે વિશ્વવ્યાપી છો, સર્વને સુખ, સંપત્તિ, શાંતિ આપનારા તમને નમસ્કાર. સ્તુતિ સાંભળી પ્રસન્ન થયેલા મહાલક્ષ્મીએ આશિર્વાદ આપ્યા. લોપામુદ્રાએ પતિ અગત્સ્યમુનિને પૂછ્યું કે, ક્યાં ક્યાં તિર્થો મોક્ષ આપનારા છે ? અગત્સ્યમુનિ કહે, પ્રયાગ કુરુક્ષેત્ર, નૈમિષારણ્ય, અવંતિ, હરદ્વાર, અયોધ્યા, મથુરા, દ્વારકા, કુંકુમવાપી, સરસ્વતી, ગંગાસાગર, સંગમ, કાંચી, ત્રંબકેશ્વર, પ્રભાસ, બદ્રીવન, તિર્થો મોક્ષ આપનારા છે.
સત્ય, ધર્મ, ક્ષમા, ઇન્દ્રિય, નિગ્રહ, દયા, દાન, સંતોષ, બ્રહ્મચર્ય, તપ, ધીરજ, જ્ઞાનથી મન શુદ્ધ થાય છે. જળથી મન શુદ્ધ થતું નથી. મળ ત્યાગથી શરીર શુદ્ધ થાય છે. પણ ભાવનાથી સત્ય પ્રકાશથી કામાદિ દોષ નિર્મળ થાય છે. તેથી આ લોકની તૃષ્ણાનો ત્યાગ તે મુનિઓએ મનની શુદ્ધી કહી છે. આ સર્વે ગુણરૂપી તિર્થો છે. એવા સદ્ગુણીજનો જ્યાં વાસ કરે તેને તીર્થ કહેવાય છે. તેના દર્શન, સ્પર્શ, સેવા સમાગમથી મોક્ષ પ્રાપ્ત થાય છે તથા પતિવ્રતા, સાધ્વી, સતી, સંત, ગુરૂ, આત્મા આ સર્વે કૃષ્ણયોગથી મહાતિર્થો કહેવાય છે તથા કથા, યજ્ઞ, દેવ, મંદિર, મૂર્તિ, એકાદશી, ગૌશાળા, તુલસી આ સર્વે તિર્થો બ્રહ્મલોક અપાવનારા છે. હે સતી, પૃથ્વીની ઉપર વાયુનો લોક છે. તેમાં ભુત, પિશાચ રહે છે. તેથી પર ગ્રહદેવ રહે છે. તે સમૃદ્ધિથી ભરપુર છે. તેથી પર ગાંધર્વ ચારણો રહે છે. તેથી પર વિદ્યાધરો રહે છે. તેથી પર ધર્મપુરીમાં ધાર્મિક રહે છે. તેથી પર મહાપુણ્યશાળીઓ સ્વર્ગમાં સર્વે સુખ, વૈભવો ભોગવે છે. તેથી પર અપ્સરાઓ રહે છે. તે લોક પાલ દિશાની સેવિકા છે. તે સર્વ વિદ્યાઓની જાણનારી, દેવો, ઈશ્વરોને સુખ આપનારી, ઉર્વશી, મેનકા, રંભા, તિલોતમા વગેરે અનંત અપ્સરાઓ નારાયણે નિર્માણ કરેલી છે.
આ સર્વે વાત કર્યા પછી અગત્સ્યમૂનિ અને તેના પત્ની લોપમુદ્રા તિર્થોના દર્શન કરી આકાશ માર્ગે વેંકટાચલ દર્શન કરી કાશી આવ્યા. પછી વેંકટમાં વાસ કર્યો. કાશીમાં સર્વે દેવીઓ અગત્સ્યમુનિના આશ્રમે આવ્યા. ત્યાં લોપામુદ્રાને જોવાથી વેંકટાદી આવ્યા. પરસ્પર મળ્યા સાથે કાશીમાં આવી વાસ કર્યો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પતિવ્રતા લોપામુદ્રાના આ અધ્યાયની કથા જે કન્યા વાંચશે, સાંભળશે તે સતી, સાધ્વી, પતિવ્રતા, લક્ષ્મીસમાન ભક્તિવાળી થશે.