ભાગ ૧ · અધ્યાય ૧૬–૧૭
રૂદ્રથી સાત્વિક સૃષ્ટિની ઉત્પત્તિ
આ અધ્યાય 16–17 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : બ્રહ્માએ તે રૂદ્રથી સાત્વિક સૃષ્ટિ ઉત્પન્ન કરી. જે સૂક્ષ્મ શરીરવાળા, વૈરાગ્યવાળા, નિર્મોહ, દયાવાળા, સુખ-દુ:ખથી પરાભવ ન પામનારા, વિદ્યાના અનેક સદ્ગુણવાળા, તપ બ્રહ્મચર્યવાળા તેઓને બ્રહ્માએ શીવપુર ધામમાં રાખ્યા. જ્યાં માયા પરાભવ કરતી નથી.
સાત્વિક રૂદ્રથી દાસ, દાસીગણો ઉત્પન્ન થયા. તે બધા વિરૂપ હોવા છતાં તપ, ત્યાગવાળા પરંતુ ભક્તિથી રહિત હતા તેથી બ્રહ્માએ વ્યવહાર સાથે ભક્તિ કરી શકે તેવી ઈચ્છા કરી.