બારસની તિથીએ કોનું પૂજન કરવું ?
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચૈત્રી બારસે રતી સાથે કામદેવ શ્રીકૃષ્ણ લક્ષ્મીની પૂજા કરવી. વૈશાખ બારસે શ્રીહરિની પૂજા કરવી. જેઠ બારસે વૈરાટવામન પ્રભુની પૂજા કરવી. અષાઢ બારસે વામન પૂજા કરવી. શ્રાવણ બારસે શ્રીહરિની પૂજા કરવી. ભાદરવા બારસે વામન પ્રભુની મૂર્તિ કરી દંડ, કમંડલું, છત્ર ધારણ કરાવી પૂજા કરવી. આશ્વિની બારસે પદ્મનાભ પ્રભુનું પૂજન કરવું. કાર્તિક બારસે વાછડીઓ સહિત ગાયોનું પૂજન કરવું. માગશર બારસે સાધ્યદેવોની બાર સૂર્યની પૂજા કરવી. જનાર્દનનું પૂજન કરી, હરિકૃષ્ણપ્રભુને પ્રાર્થના સ્તુતિ કરવી. પોષ બારસે વિષ્ણુની પૂજા કરવી. માઘ બારસે શાલીગ્રામની પૂજા કરી દૂધપાક, લાડુ ધરાવવો. ફાગણ બારસે સુવર્ણની પ્રતિમાં શ્રીહરિની કરી ષોડ્શોપચારથી પૂજા કરી, નૈવેદ્ય ધરી, આરતી કરીને, મૂર્તિ વીપ્રને દાનમાં આપવી. ઉદ્યાતમા એકાદશી હોય પછી બારસ બેસે. બીજે દિવસે સૂર્યોદય પહેલા તેરસ બેસે તો તેને ત્રીસ્પૃશાવ્રત કહે છે.