સત્યસંધા રાજાની પુત્રી કણોત્પલાનો કામદેવ સાથે વિવાહ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આનર્ત દેશમાં સત્યસંધા રાજાને કણોત્પલા નામે કન્યા હતી. તે શ્રીકૃષ્ણનારાયણની ભક્તિપરાયણ હતી. યુવાન થતા રાજાએ ત્રિલોકમાં જોયું કન્યાને યોગ્ય વર માટે પુત્રીને સાથે લઇને રાજા સત્યલોકમાં બ્રહ્મા પાસે ગયા અને કહ્યું. કન્યા માટે યોગ્ય વર બતાવો. બ્રહ્મા કહે, તું અહીં આવ્યો તેમાં ત્રણ યુગ લાગ્યા. આ તારી પુત્રી માનુષી નથી, લક્ષ્મીનો અંશ છે. પૃથ્વી પર જા. સૌ વૃદ્ધ થઈ જાશો અને આ કન્યા બીજે જન્મે પ્રીતિ નામે થશે અને કામદેવની પત્ની થશે. પછી રાજા પુત્રી સાથે પૃથ્વી પર આવી જોયું. ત્યાં સર્વ પરિણામ પામી ગયું. એટલે બૃહદબલ રાજા વૈરાગ્ય પામી શંકરની ભક્તિ કરવા લાગ્યો. શંકર પ્રસન્ન થઈ કહે બોલ શું ઈચ્છા છે?
રાજા કહે, તમારી ભક્તિ આપો. શંકરે શ્રીકૃષ્ણનો મંત્ર આપી ભજન કરાવ્યું. પછી બૃહદબલ રાજા ધામમાં ગયો ત્યારે સત્યસંગ રાજાએ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. દાન આપ્યા પછી કન્યાએ પાર્વતીની આરાધના કરી પ્રસન્ન કર્યા. પાર્વતી કહે, પુત્રી શું ઈચ્છા છે ? કણોત્પલા કહે, હું વૃદ્ધ થઈ. મારા માતા-પીતા મારા માટે વર ન ગોતી શક્યા. મારું યુવાન સ્વરૂપ કરી, મારે યોગ્ય વર આપી મારા માતાપિતાને સંતોષ આપો. પાર્વતી કહે, માઘ શુદ ત્રીજના સ્નાન કરી વ્રત ઉપવાસ કરજે. એમ કહી “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામી પતિશ્ચમે” મંત્ર આપ્યો. કન્યાએ સ્નાન કરી મંત્ર જપ કર્યો. ત્યાં કામદેવ આવી કહે, મને બ્રહ્માએ તારી પાસે મોકલ્યો છે. કન્યા કહે, મારા માતા-પિતા પાસે માંગણી કરો. પછી કામદેવે સત્યસંધા રાજા પાસે જઈ કન્યાની માંગણી કરી. રાજાએ અગ્નિની સાક્ષીએ કન્યા કામદેવને આપી. પછી રાજા પ્રભુની ભક્તિ કરી ધામમાં ગયો. આ કથા કોઇ વાંચશે, સાંભળશે તે ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ આ ચાર સિદ્ધિને પામશે.