ભાગ · અધ્યાય ૫૦૭

કાશીના રાજાની રાણી અર્ચાએ પુત્રપ્રાપ્તિ માટે ગૌરીવ્રત કર્યુ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે કાશીના રાજાને ત્યાં દુર્વાષા ઋષિ આવ્યા. રાજા પગે લાગી કહે, મારી અર્ચા નામની પત્નીને પુત્ર નથી. તેનુ શું કારણ ? દુર્વાષા કહે, તારી આ પત્નીએ પૂર્વજન્મમાં જેઠ સુદની વૃષભ રાશીમાં સૂર્ય હોય ત્યારે ગૌરી વ્રત માટીના પાંચ પિંડા કરી ષોડ્શોપચારથી પૂજન કરેલું. જેથી રાજ્ય મળ્યું, સંપત્તિ મળી, રાણી પદ પણ મળ્યું પણ પુત્ર ન મળ્યો. હવે હાટકેશ્વર ક્ષેત્રમાં જઇ પાંચ પિંડીકા માટીના કરીને ગૌરીવ્રત કરી પુત્રની પ્રાપ્તિ કર. તે રીતે રાણીએ ગૌરીવ્રત કરી પુત્ર પ્રાપ્ત કરી પ્રભુની ભક્તિ કરી વૈકુંઠમાં પ્રભુની દાસી થઇને રહી.