ભાગ · અધ્યાય ૪૭૪–૪૭૫

ઓર્વ ઋષિપુત્રી કદવીખી અને દુવાર્ષા ઋષિની કથા

આ અધ્યાય 474–475 સંયુક્ત છે

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, દુર્વાષાઋષિ પોતાના આશ્રમમાં તપ કરતા હતા. ત્યાં બલી પુત્ર તિલોતમા અપ્સરા સાથે આશ્રમમાં રતિક્રીડામાં પ્રવૃત થયો. દુર્વાસાએ બન્નેને શાપ આપ્યો. તું ધનકાસુર થા. અપ્સરાને કહ્યું, તું બાણપુત્રી ઉષા થઇને અને અનિરૂદ્ધની પત્ની થા. તિલોતમાએ દુર્વાષાને શાપ આપ્યો કે, તમે પણ કામથી પરાભવ થશો. દુર્વાષા ઋષિના કદવીખી સાથે લગ્ન થયા. દુર્વાસાને કદવીખીમાં વીસ પુત્રો અને વીસ પુત્રીઓ થઈ. કદવીખી સ્વભાવ પ્રમાણે દુર્વાસાને ગાળ વિના ઉઠાડે નહીં, ભોજન કરાવે નહીં, ઋષિ સર્વ સહન કરતા.

એકવાર સંતાનોને લઇને દુર્વાષા શંકર પાસે ગયા. એક છોકરું કેડે, બે ખંભા પર, મળ-મૂત્ર કરેલા શંકર પાસે આવ્યા. ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, સનકાદિક હતા. સર્વેએ કહ્યું, ઋષિરાજ આ શું ? દુર્વાષા ઋષિ કહે, ગૃહસ્થાશ્રમમાં દુ:ખનો અનુભવ કરુ છું, પણ હવે શું કરવું ? કદવીખીને સંતાનોનો ત્યાગ કેમ કરવો ? પછી દુર્વાષાના શાપથી કદવીખી ભસ્મ થઈ ગઈ અને આત્મસ્વરૂપે દુર્વાષાની સ્તુતિ કરી કે, મારો અપરાધ ક્ષમા કરો. ત્યાં જર્નાદનપ્રભુએ બ્રાહ્મણ રૂપે ત્યાં આવી યોગાસનમાં બેઠેલા દુર્વાષાને દર્શન આપ્યા.

બ્રાહ્મણ બાળકરૂપે રહેલા પ્રભુએ દુર્વાષાને ઉપદેશ આપ્યો કે, આત્મા કોઇનો પતિ નથી. કોઇની પત્ની નથી. માયા સર્વેરૂપ ધારણ કરી સર્વને મોહ પમાડે છે. પછી તે કદવીખી કેળરૂપ થઈ અને દુર્વાસા કાદવરૂપે થયા. તથા પ્રભુએ વરદાન આપ્યું. આવતા કલ્પમાં તે કદવીખી વસુદેવ પુત્રી એકાંતશા નામે થશે અને તમારી પત્ની થશે. પછી ઔર્વ ઋષિને ખબર પડતા પુત્રીનો શોક કરવા દુર્વાસા પાસે આવ્યા અને કેળરૂપે રહેલી પુત્રીને લઇ ગયા. પોતાના આશ્રમમાં રોપી કદવીખીના પુત્રો કેળારૂપે થયા પછી ઔર્વ ઋષિના શાપથી દુર્વાષા મહાવૈષ્ણવ ભક્ત અંબરીષથી પરાભવ થયા પછી કલ્પાંતરે દુર્વાસા મુનિ એકાંતશા સાથે વિવાહ કરી પત્ની સાથે સત્યલોકમાં ક્રોધન મુનિ નામે વાસ કરતા. એ રીતે અનાદિશ્રીકૃષ્ણનારાયણના ભક્તો પતિવ્રતા ભક્તિથી અંતે પ્રભુને પામે છે.