ભાગ · અધ્યાય ૪૬૨–૪૬૩

ગરૂડે પોતાની માતા વનિતાને દાસીપણામાંથી છોડાવી

આ અધ્યાય 462–463 સંયુક્ત છે

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે બ્રહ્માના કશ્યપથી વનિતાને ગરૂડ થયા. જન્મતા જ મા પાસે ખાવાનું માગ્યું. વિનતા કહે, તારા પિતા મેરુ પર્વત પર છે, તેની પાસે જા. ગરૂડ પિતા કશ્યપ પાસે જઈ કહે, મને ભુખ લાગી છે. ખાવાનું આપો. કશ્યપ કહે, સમુદ્રમાં માછલા છે. તે ખાવા માંડ. ગુરુડે માછલા ખાધા ત્યારે પેટમાં અગ્નિ વૃદ્ધિ પામ્યો. પછી સમુદ્રમાંથી કાચબો અને હાથી ઉપાડીને વૃક્ષ પર બેઠા ત્યાં ડાળ ભાંગી. ત્યાંથી સત્યલોકમાં ગયા. ત્યાં બ્રહ્મા વિષ્ણુને કહ્યું. મારી ભુખ શાંત કરો.

ત્યારે વિષ્ણુ કહે, મારું વાહન થઈને મારી ભુજા પર બેસીને મારી ભુજાને ખાવા માંડ. પછી ગરૂડની ભુખ શાંત થઈ પછી વનિતા પુત્ર ગરૂડને કહે, મને દાસીપણાથી મુક્ત કર. એકવાર વનિતાને કશ્યપ પત્ની કહે સૂર્યના અશ્વો ધોળા છે કે કાબરા ? ત્યારે વિનતા કહે ધોળા. ત્યારે કહુંએ પોતાના પુત્ર સર્પને કહ્યું, તમે સૂર્યના અશ્વોને ચોંટી જજો. બીજે દિવસે સર્પો અશ્વને વિંટાઇ ગયા. કહું કહે, જો સૂર્ય અશ્વ કાબરા છે. વિનતા હારી ગઇ તેથી કહુંનું દાસીપણું કરવું પડ્યું. ગરૂડ કહે, મારા જેવો પુત્ર અને તારે દાસીપણું કરવું પડે નહીં. તે માટે ઉપાય બતાવ. વનિતા કહે, સ્વર્ગમાંથી અમૃતનો ઘડો લાવીને કહુંને આપીશ. તો હું દાસીપણાથી મુક્ત થઇશ.

ગરૂડ શ્રીકૃષ્ણનારાયણનું ભજન કરતો સ્વર્ગમાંથી અમૃત કળશ લેવા ઉપડ્યો. ત્યાં ઈન્દ્રે આવી વજ્રનો ઘા કર્યો. ગરૂડ કહે, હું માતૃભક્ત પ્રભુનો ભક્ત હોઉ તો વજ્રથી મારું રક્ષણ થાય. રક્ષણ થયું પછી ગરૂડે અમૃત કળશ લાવી વિનતા માતાને આપ્યો. વનિતા એ કહુંને આપી દાસીપણાથી મુક્ત થઇ. પછી ગરૂડ કહે, અમૃત સ્નાન કર્યા વિના પીવાય નહીં. પછી સમુદ્રમાં સ્નાન કરી પછી પીજો. સર્પો સમુદ્રમાં સ્નાન કરવા ગયા. ગરૂડે અમૃતકળશ દાભડામાં મુક્યો. ત્યાં ઈન્દ્ર આવી અમૃત કળશ લઈને ઝેરનો કળશ ઢોળી નાખ્યો. સર્પો સ્નાન કરીને આવ્યા અને દાભડામાં અમૃત માની ચાટવા લાગ્યા તેથી સર્પની જીભો બે-બે થઇ.