અનાદિશ્રીકૃષ્ણનારાયણ અને કુંકુમવાપી તીર્થનો મહિમા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એકવાર શંકર ધ્યાનમગ્ન હતા. ત્યાં પાર્વતી અતિભાવથી શંકરના ખોળામાં બેસી પૂછ્યું. તમે અત્યારે કોનું ધ્યાન કરો છો ? શંકર કહે, દેવી તારાથી કાંઇ છાનું રાખવાનું ન હોય. હું પ્રગટ પ્રભુનું ધ્યાન કરું છું. તે પ્રભુ અત્યારે અશ્વપટસરોવર, કુંકુમવાપી ક્ષેત્રમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ નામથી કુંભરાલક્ષ્મી ગોપાલકૃષ્ણને ત્યાં પ્રગટ થયેલા છે. તે પ્રભુમાં સાડા ત્રણ કરોડ તિર્થો વાસ કરે છે. જ્યાં લોમશ આશ્રમ આવેલો છે. જે સૌરાષ્ટ્રમાં મારું સોમનાથ પ્રભાસ તીર્થ રહેલું છે. જ્યાં પહેલા મણિક્ષેત્ર હતું. પછી પદ્મક્ષેત્ર થયું. પછી વૈષ્ણવક્ષેત્ર થયું પછી લોમશક્ષેત્ર થયું, પછી ઈન્દ્રદ્યુમ્ન ક્ષેત્ર થયું. પછી રૂકમાંગદ્ક્ષેત્ર થયું. પછી કુંકુમવાપીક્ષેત્ર થયું તે અશ્વપટસરોવર તીર્થ નામથી પ્રસિદ્ધ છે. જ્યાં ગીરનાર પર્વત અનાદિશ્રીકૃષ્ણનારાયણના વાસથી તીર્થરૂપ થઈને મોક્ષ આપનારો છે. જ્યાં ગોપીનાથ સિદ્ધેશ્વર વાસ કરે છે. જે રાજધાનીમાં લક્ષ્મીનારાયણ પ્રભુ બિરાજે છે. જ્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણની અનંત પત્નીઓ વાસ કરે છે. તે આર્નત નામથી પ્રસિદ્ધ છે. જ્યાં કલ્યાણ માટે અનેક નરનારીઓ સાધુ, સાધ્વીઓ, યોગિનીઓ, બ્રહ્મચારીઓ, તપસ્વીઓ, જ્ઞાનીઓ વાસ કરે છે. જ્યાં જ્યાં સાધુની સેવા કરનારા, સર્વસ્વ અર્પણ કરનારા, સ્વામિનારાયણના ભક્તો વાસ કરે છે. જ્યાં વારંવાર વિભૂતિઓ પ્રગટ થાય છે, એવી તીર્થભૂમિનું હું દેવી ધ્યાન ધરૂં છું. જે ક્ષેત્ર ભવિષ્યમાં કૃષ્ણવલ્લભક્ષેત્ર કહેવાશે. એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ ભજન કર.
શિવના મુખથી પરબ્રહ્મનો મહિમા જાણી પાર્વતી ધ્યાનમગ્ન થયા. ત્યાં બાલપ્રભુએ દર્શન આપી કહ્યું, માતા મારા ક્ષેત્રમાં કેમ નથી આવતા ? પાર્વતીએ ધ્યાનમાંથી જાગીને અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન થયાની વાત કરી અને કહ્યું, હે મહાદેવ આજે મેં આ સર્વ તીર્થોમાં
ઉત્તમ
તીર્થ
કુંકુમવાપીનો
મહિમાં
જાણ્યો.
શંકર
કહે,
તે
પ્રભુ અનાદિશ્રીકૃષ્ણનારાયણની આ સૌરાષ્ટ્ર ભૂમિની સર્વ નદીઓ, વાવો, કૂવાઓ, તળાવો, સમુદ્ર સર્વતીર્થરૂપ છે. તે પ્રભુના ચરણથી અંકિત થયેલી આ સૌરાષ્ટ્ર ભૂમિ મહાન તીર્થરૂપ છે. સતી પૃથ્વીના કણ ગણાય. સમુદ્રનાં બિંદુ ગણાય પણ અનાદિશ્રીકૃષ્ણનારાયણના ગુણ કોઇ ગણી શકે નહીં. પછીથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ અને તેમના તીર્થનું હંમેશા પાર્વતી ધ્યાન કરતા અને તૃપ્તિ અનુભવતા. આ અધ્યાયની કથા કોઇ વાંચશે, સાંભળશે તે ભુક્તિ અને મુક્તિને પામશે.