ભાગ · અધ્યાય ૨૩

મહામંત્ર જ્ઞાન અને સરસ્વતી પ્રાગટ્ય

લક્ષ્મી પૂછે છે : હે નારાયણ, સર્વ મંત્રમાં શ્રેષ્ટ મંત્ર ક્યો ? અને બધા દેવ તમારો મંત્ર જપે છે. તમે કેનો મંત્ર જપો છો ? શ્રીનારાયણ કહે : સર્વે મંત્રોમાં શ્રેષ્ટ હું છું. સર્વેનું કલ્યાણ કરનારો છું. છતાં પણ લોકશિક્ષાને માટે મારી મૂર્તિમાંથી પ્રગટ થયેલા અવતારો મહાવિષ્ણુ વગેરેના મંત્રો શાંતિ આપનારા છે. જ્યારે બ્રહ્માએ મારી પાસે વેદો માગ્યા ત્યારે મે મારા હૃદયમાં રહેલી ગાયત્રી કન્યા બ્રહ્માને આપી, તેનો જપ કરવાથી મોક્ષ આપનારી છે.

બ્રહ્મા કહે, ભાષા વિના જપ કેમ થાય ? ત્યારે શ્રીહરિએ મુખમાંથી, જીભમાંથી સરસ્વતીને વાણી સ્વરૂપે ભાષા અક્ષરો રૂપે પ્રગટ કરી તે બ્રહ્માને દીધી. તે સરસ્વતીદેવી ગાયત્રી કરોડો સ્વરૂપે થઇને મંત્રોરૂપે થઇ. તે સર્વે શ્રીહરિની મૂર્તિઓ છે. તે મંત્રોનો જપ કરનારાને સુખી કરી બ્રહ્મલોકમાં પહોંચાડે છે.