પતિવ્રતા દીર્ઘિકાએ સૂર્યની ગતિ અટકાવીને પતિને સજીવન કર્યો
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે હારિત ઋષિને પૂર્ણકલા પત્ની હતી. એકવાર તેને વસ્ત્રવિના સ્નાન કરતી જોઇને કામદેવ મોહ પામ્યો. તેની પાસે આવી ભિક્ષા માંગી. ઋષિપત્ની પણ તેજસ્વી પુરુષને જોઇ મોહ પામી. ત્યાં ઋષિ આવ્યાં. તું મારી પત્નીને મોહ પમાડે છે. માટે કોઢવાળો થા. પત્નીને કહ્યું, તું પથ્થર થઇ જા. કામદેવ કહે, પાપ ત્રણ પ્રકારના છે. મનથી, વાણીથી, અને શરીરથી. મન, વાણીના પાપ સ્તુતિ કરવાથી નષ્ટ થાય છે. શરીરના પાપ પ્રાયશ્ચિત કરવાથી નાશ થાય છે. મેં શરીરથી પાપ કર્યું નથી. માટે મારી પર કૃપા કરો. તે કામદેવે એક માસ નાગમતી નદી કાંઠે સૂર્યની આરાધના કરી. સૂર્યે આવી કોઢ રોગ નાશ કર્યો અને ઋષિ-પત્નીને સજીવન કરી. નારાયણ મંત્ર આપી આકાશમાં ગયા. પૂર્ણકલા ઋષિને પગે લાગી. નિત્યમંત્ર જપ કરીને મહાવૈષ્ણવી થઈ. તેની પાસે એક કન્યા આવતી. તે પણ કૃષ્ણનારાયણનો જપ કરતી. તેનું નામ દીર્ઘિકા.
તે શરીરથી બહુ લાંબી હતી અને માથાના વાળ ટુંકા હતા. તેથી તેને કોઇ પરણવા તૈયાર થતુ નહીં. તેથી તે તપ, જપ, વ્રત, નિયમ ચાંદ્રાયણ કરતી. તેથી તે આકાશમાં ગતિ કરે તેવી સિદ્ધિવાળી થઈ. સ્વર્ગમાં ઈન્દ્રની સભામાં જતી પણ તે પાછી આવે ત્યારે તેનું આસન ઈન્દ્ર સાફ કરાવે. તે જાણીને કારણ પૂછ્યું. ઈન્દ્ર કહે, સ્ત્રી પરણ્યા વિના અશુદ્ધ કહેવાય છે. ઋતુકાલ પછી પતિના યોગથી શુદ્ધ થાય છે. દીર્ઘિકા પૃથ્વી પર આવી કહે, કોઇ મને પરણે તો મારા તપનું અડધું ફળ તેને આપું. લોકો સાંભળી તેની સામુ જોઇ કદરૂપી હોવાથી હસવા લાગ્યા. એક કોઢના રોગવાળો તેને પરણવા તૈયાર થયો. લગ્ન થયા પછી દીર્ઘિકા કહે, હું તમારી શું સેવા કર્રુ ? પતિ કહે, મારે અડસઠ તિર્થો કરવા છે. જો તું સમર્થ હો તો કરાવ. પતિને એક વાસનો સુંડલો બનાવી તેમાં રૂનું કોમળ આસન બનાવીને પતિને કહ્યું, આમા સુખેથી બેસો તેનો કોઢ રોગ ધીમે ધીમે નષ્ટ થયો. તેમણે ફરતા ફરતા ચમત્કારપુર નાગમતી નદી કાંઠે આવી વિશ્રામ કર્યો.
સવારે નદીએ નાવા જતા રસ્તામાં માર્કંન્ડેય ઋષિ સૂતા હતા. અંધારામાં નહીં દેખાવાથી લાકડી અને પગ માર્કંન્ડેય ઋષિને અડી ગયા. ઋષિ કહે, કોણ મુંઢ મને લાકડી મારે છે. સૂર્યોદય પહેલા તેનું મૃત્યુ થાય. પતિ પત્નીને કહે, ઋષિના શાપથી સૂર્યોદય પહેલા મારું મૃત્યુ થશે. દીર્ઘિકા કહે, જો હું પતિવ્રતા હોવ પતિની સેવા અને વિધિ પ્રમાણે તીર્થયાત્રા કરી હોય, મારું વ્રત સત્ય હોય તો સૂર્યઉદય ન થાય. તરત સૂર્યના અશ્વો થંભી ગયા. નિત્ય વિધિ હોમહવન પૂજા, દાન, અધ્યાયન સર્વ બંધ થયું. દેવો સૂર્ય પાસે જઇ કહે. તમારા વિના સર્વે વ્યાકુળ થાય છે. સૂર્ય કહે, પતિવ્રતા સતીથી ભય પામું છું. દેવો સર્વે દીર્ઘિકા પાસે આવી કહે દેવી સૂર્યોદય વિના ધર્મકર્મ સર્વનષ્ટ થાય વ્યતિ કર્મ થાય. તેથી સૂર્યોદય થાય તેવું કંઈ કરો. દીર્ઘિકા કહે, સૂર્યોદય થાય તો મારો પતિ મૃત્યુ પામે તો મારે સૂર્ય પાસે કાંઇ પ્રયોજન નથી. દેવો કહે, તારા પતિને રોગમુક્ત કરી તને અને તારા પતિને યુવાન બનાવી દઇએ. પછી દીર્ઘિકાએ કહ્યું, હે, સૂર્યનારાયણ તમે દેવના સત્યથી ઉદય પામો. પછી સૂર્યોદય થયો અને દીર્ધીકાના પતિનું શરીર પડી ગયું. દેવોએ બન્નેના શરીર પર સ્પર્શ કરી યુવાન કરી રોગમુક્ત કરી આશિર્વાદ આપ્યા. દીર્ઘિકા કહે, મારા નામથી આ તીર્થ થાય અને અંતે અમારો મોક્ષ થાય. તે દંપતી ઘણા વર્ષો સુધી પ્રભુનું ભજન કરી અંતે બ્રહ્મલોકને પામ્યા. દીર્ધીકાની આ કથા જે નારી વાંચશે, સાંભળશે તે ભુક્તિ અને મુક્તિને પામશે.