ભાગ · અધ્યાય ૫૧૩

રાધા સખી નાગલીલા અને વિપ્રકન્યાને ગોલોકધામની પ્રાપ્તિ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, કુરૂક્ષેત્ર, હાટકેશ્વર, પ્રભાસ, આ ત્રણેય તિર્થો મોક્ષ આપનારા છે. પુષ્કર, નૈમિષારણ્ય, ધર્મારણ્ય તથા વારાણસી, દ્વારિકા, અવંતિકા, વૃંદાવન, દ્વેતવન, ખાંડવવન, કાલગ્રામ, શાલીગ્રામ, નંદીગ્રામ, અગ્નિતીર્થ, શુકલતીર્થ, પિતૃતીર્થ, શ્રીશૈલ, આબુ, ગિરનાર, ગંગા, નર્મદા, સરસ્વતી, જ્ઞાનવાપી, કુંકુમવાપી, નારાયણ સરોવર, ઇન્દ્ર સરોવર, માનસરોવર, પાર્વતી, પ્રભા, લક્ષ્મી, માણિકી, જયા, રમા, રાધા, પદ્મા આ તિર્થો પાપને બાળી સ્વર્ગ અને મોક્ષ આપનારા છે. ગોલોકમાં નાગલીલા રાધાની સખી હતી. રાધાએ ચોટલો ગુથ્યો, સખીએ બેવાર છૂટો કરી નાખ્યો. રાધા ક્રોધ કરી કહે : જા, પૃથ્વી પર આયર કન્યા થા. શ્રીકૃષ્ણ પ્રભુ તને ગ્રહણ કરશે. ત્યારે તું ગોલોકમાં આવીશ. તેણે શ્યામસુર અને રાણીકાને ત્યાં જન્મ ધારણ કર્યો.

એકવાર કોઇ આયર રજોગુણથી આવ્યો. ત્યારે નાગલીલા નદી રૂપે થઇ ગઇ. તે ચમત્કારપુરમાં એક ચાંડાલ ધુક્કર્ણ તે એક વિપ્ર કન્યા મોટા દાંત, મોટા પેટવાળી, ત્રણ સ્તનવાળી તેને જે પરણે તે છ માસમાં મરી જાય. તે કન્યા સાથે ચાંડાલ પરણ્યો. હું વિપ્ર છું, એમ ખોટું બોલીને પરણ્યો. પછી ચાંડાલે પોતાની જાત કહી અને બીજે ગામ ગયો. કન્યાએ તેના મા-બાપને કહીને અગ્નિ પ્રવેશ માટે તૈયાર કરી. અગ્નિમાં પગ મુક્યો. ત્યાં અગ્નિ ઠંડો થઇ ગયો. ત્યાં શ્રીકૃષ્ણનારાયણ સાધુ વેશે ત્યાં આવી કહે, આ નાગમતી નદી ગોલોકધામથી આવી છે. તેમાં સ્નાન કરવાથી સર્વ પાપથી રહિત થઇ શુદ્ધ થવાય છે. પછી તે વિપ્ર કન્યાએ નદીમાં સ્નાન કર્યું. ત્યાં તેના શરીરમાંથી કાળી શ્વપચી નીકળી ગઇ. ત્યાં સર્વેએ સ્નાન કર્યું. તેના પાપો કાગડા અને ઘુવડરૂપે ઉડવા લાગ્યા. પછી પ્રભુ તે વિપ્રકન્યા અને નાગલીલા સખીને પ્રભુ ગોલોક ધામમાં લઇ ગયા.