ભાગ · અધ્યાય ૩૧

પૂજાની પવિત્ર સામગ્રીઓનું પ્રાગટ્ય

શ્રીહરિએ પોતાની મૂર્તિમાંથી સુગંધી દ્રવ્યો હોઠમાંથી કંકુ, ચંદન, અક્ષત પ્રગટ કર્યા. તે વડે લક્ષ્મીએ કન્યાનું પૂજન કર્યું. પછી શ્રીહરિએ ભોજન માટે ભુમિમાં અગ્નિ પ્રગટ કર્યો. તાળવામાંથી અમૃત પ્રગટ કરી પિંડો કર્યો તેની સુરભિ ગાય થઇ લક્ષ્મીએ દોહી. જીભના અગ્ર ભાગથી રસ ઝર્યો તે સાકર થઇ. તે દૂધપાક અમૃત કહેવાય છે. વાયુપ્રકોપ ન થાય તે માટે શ્રીહરિએ નાસિકામાંથી એલચી-કેસર પ્રગટ કર્યા. ચરણથી ઘઉં વગેરે પ્રગટ કર્યા, અનાજ કર્યા, મુખમાંથી અમૃત કર્યું, તે બધાં ફળો નાળિયેર, નાગરવેલ પાન વગેરે થયા. ભૃકુટીના બિંદુથી સોપારી થઇ, ત્વકમાંથી લવિંગ વગેરે તેજાના થયા. આ રીતે બધી વસ્તુ શ્રીહરિની મૂર્તિમાંથી પ્રગટ થયેલી છે. તે લક્ષ્મીજી ભગવાનને અર્પણ કરી રાજી કરતા હતા.