કળીયુગના પાંચ હજાર વર્ષ પછીની પરિસ્થિતી
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, કળીયુગના પાંચ હજાર વર્ષ જાય ત્યારે ગંગા નદી વગેરે મહાન તીર્થ શ્રીહરિના ધામમાં વાસ કરે છે. શાલિગ્રામ શ્રીહરિની જગન્નાથ મૂર્તિ, તે તીર્થ પણ લય થાય છે. દીક્ષામંત્ર, દેવવિધિ શ્રાદ્ધ તર્પણ, સાત્વિક કર્મો, દાનપુણ્ય સર્વે નષ્ટ થશે. શ્રીહરિના નામ ગુણ-કિર્તન પૂજા વગેરે શ્રીહરિ પાસે ધામમાં રહેશે. સ્ત્રી-પુરુષોમાં ભેદ નહીં રહે. જનોનું જીવન પશુ સમાન બની જશે. વિદ્યાની વાત સાંભળવા નહીં મળે. ઉત્તમ પુરુષો શુદ્રોના સેવકો થશે. વિપ્રો કર્મહીન થશે. વૃક્ષો ફળ વિનાના, ગાયો દૂધ વિનાની થશે, દંપતી પ્રજાશૂન્ય થશે, વાવ, કૂવા, તળાવ, પાણીરહિત થશે, નાચનારીઓ પૂજ્યપણાને પામશે, તપસ્વીઓ ગુપ્ત પાપ કરતા હશે, પત્ની, સાસુ, પુત્રવધુ, દીકરી, બહેન સંપત્તિ વગેરે નિયમો નહીં રહે, સર્વ ભોગી માનવો થશે, પતિ-પત્ની શબ્દ નહીં રહે, સધવા-વિધવા ભેદ નહીં રહે, વેષભૂષા નરનારીના સમાન થશે, શઠ-લુચ્ચા, દંભી, કપટી તેનું બળ વધશે, ગૃહ સરખા થઇ જશે, વનબગીચા, ગામ, નેહડા સર્વે એક થઇ જશે, ખાટલો, ખુરસી, ખાંડણિયો, કોઠી, પાણિયારું એક થશે, મનુષ્ય પશુ-પક્ષીનું જીવન એક થશે, આજ્ઞા ઉપદેશનો વિધિ નહીં રહે, અને કળિયુગને અંતે ગામ શહેર નહીં રહે, વૃક્ષ નીચે નદીના કોતર, બખોલ, ખાડામાં વાસ કરશે, ફરીથી સત્યુગથી શરૂઆત થશે ત્યારે શ્રીહરિના યોગથી સર્વજીવો બ્રહ્મશક્તિથી યુક્ત થશે અને ધર્મ-કર્મવાળા સાત્વિક મનુષ્યો થશે.