ભાગ · અધ્યાય ૨૧૧

અગ્નિના અનેક વંશો

લક્ષ્મી કહે : પ્રભુ, અગ્નિ ક્યારે પ્રગટ થયા ? શ્રીનારાયણ કહે : શ્રીહરિની આજ્ઞાથી બ્રહ્માના માનસપુત્ર અગ્નિ થયા. તેના દિવ્ય ઓગણપચાસ વંશના સ્વરૂપો છે. યજ્ઞનો અગ્નિ, પિતૃઓના શ્રાદ્ધનો અગ્નિ, રાંધવાનો અગ્નિ, અગ્નિસંસ્કારનો અગ્નિ આદિક અનેક વંશો અગ્નિના થયા.