પ્રકૃતિ પુરૂષ, ગુણ પ્રાગટ્ય
શ્રીનારાયણ કહે : પુરુષોત્તમ નારાયણે મહાકાળને આજ્ઞા આપી કે માયાને ક્ષોભ કર. તે માયાને જોઇને શ્રીહરિની ઈચ્છાથી એક મુક્ત માયા સાથે જોડાણો તે પ્રકૃતિપુરુષ. તેનાથી પ્રધાનપુરુષ થયા, પ્રધાનપુરુષ તે મહત્ત્વ. તે પ્રધાનપુરુષથી મહાવિષ્ણુ થયા તે અહંકાર, તે બે સ્વરૂપે થયા તે એક રૂપે હીરણ્મય પુરુષ, બીજે રૂપે બ્રહ્માંડરૂપી વૈરાટ. મહાલક્ષ્મી મહાવિષ્ણુ તેનાથી ત્રણ ગુણ પ્રગટ થયા. રજો ગુણમાંથી દશ ઇંન્દ્રિયો અને મન થયા. સાત્વિક દેવો પ્રગટ થયા. તમોગુણથી પંચભૂત પંચવિષય થયા. તે ચોવીશ તત્વાત્મક બ્રહ્માંડના નાભિ પ્રદેશમાં બ્રહ્મા રહીને શ્રીહરિની આજ્ઞાથી ઈચ્છાથી મનુષ્ય, પશુ, પક્ષી, વેલી, સ્થાવર, જંગમ, સૃષ્ટિ, જીવસૃષ્ટિનું સર્જન કર્યું.
બ્રહ્માંડોના સર્વે ઇશ્વરોને ઉપાસ્ય મૂર્તિ સગુણબ્રહ્મ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન સંકર્ષણ તથા નિર્ગુણબ્રહ્મ વાસુદેવને શ્વેતધામ અમૃતધામમાં રાખ્યા. તે ચતુર્ભુજ ઇશ્વર સૃષ્ટિનો પાલન પોષણ લય કરે છે. જીવસૃષ્ટિમાં-ઇશ્વરસૃષ્ટિમાં ઉપાસના ભક્તિ પ્રમાણે જીવાત્મા તે તે ધામમાં જાય છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રીહરિ અનાદિશ્રીકૃષ્ણનારાયણની સર્વોપરી ઉપાસના હોય તો તેને પરમધામની પ્રાપ્તિ થાય છે.