ભાગ · અધ્યાય

અક્ષરધામના સીમ પ્રદેશમાં સર્વે ધામોની રચના

પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વના સુખને માટે અક્ષરપ્રદેશમાં બદ્રિકાશ્રમ રચતા હતા અને તપથી, બ્રહ્મચર્યથી સર્વે સિદ્ધિ, સર્વે સુખની પ્રાપ્તિ કરવા માટે પોતે નર (સેવક) નારાયણ (સ્વામી) સોળ વર્ષનું સ્વરૂપ ધારણ કરી ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહ્યા. તે નરનારાયણના દર્શન કરવા ઇશ્વરો, ઋષિ, મુનિઓ, યોગી, સિદ્ધ તપસ્વીઓ, નૈષ્ટિકો આવતા. આવી રીતે હે લક્ષ્મી મેં મારી મૂર્તિમાંથી બધાં સ્વરૂપો અવતારો પ્રગટ કરીને અક્ષરધામના પ્રદેશમાં ધામો રચી ત્યાં રાખેલા છે.

ગોલોકમાં રાધા-કૃષ્ણ, વૈકુંઠમાં લક્ષ્મીનારાયણ, અમૃતધામમાં વાસુદેવ ચતુર્વ્યુહ, બદ્રિકાશ્રમ ધામમાં નરનારાયણ, અવ્યાકૃતધામમાં ભૂમા ભૂમ્નિ નારાયણ. આ સર્વે ધામો અક્ષરપ્રદેશમાં હોવાથી ગોલોકની મધ્યે અક્ષરધામ એમ બોલાય છે. પરંતુ અક્ષર સર્વત્ર વ્યાપ્ય વ્યાપકભાવે રહેલું છે. પ્રકૃતિની સીમા સુધી ઇશ્વરોના લોક છે.