ભાગ ૧ · અધ્યાય ૩૩
પંચાગ્નિ ઉત્પત્તિ અને ગુણ-દોષ
શ્રીનારાયણ કહે : સૃષ્ટિની રચના વૃદ્ધિ સંચાલન અને મનુષ્યોના સુખને માટે મેં પાંચ અગ્નિઓ ઉત્પન્ન કર્યા. પહેલો ધાતુ અગ્નિ, બીજો લિંગ અગ્નિ, ત્રીજો યોનિ અગ્નિ, ચોથો ગર્ભ અગ્નિ, પાંચમો બાલસ્વરૂપ અગ્નિ, કામ અને રતિ તે પણ મારી મૂર્તિમાંથી જ પ્રગટ થયેલા છે. તે દોષ શ્રીહરિથી જે વિમુખ છે, તેને દૂષણરૂપ થાય છે. શ્રીહરિના શરણથી યોગથી તે દોષ ગુણરૂપ બને છે, બ્રહ્મદૃષ્ટિવાળાને આનંદ બ્રહ્મનું રૂપ છે. ભેદદૃષ્ટિવાળાને બંધન કરે છે.