તુલસી-શાલીગ્રામ અને શંખ મહાત્મ્ય
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મારી કૃપાથી કોઇ એવું સ્થાન નથી જ્યાં તુલસી ન હોય. તુલસીપત્રવાળું પાણી પીવાથી ગંગા સ્નાન તુલ્ય ફળ થાય. તુલસી કંઠમાં હોય અને જીવ દેહ મૂકે તો સ્વર્ગમાં કરોડો યુગવાસ કરી વૈકુંઠમાં જાય. તુલસીપત્ર રાત્રે ન તોડવા. તુલસી શાપથી ગંડકીમાં શીલારૂપે રહેલા શાલિગ્રામમાં એક બાજુ ચક્ર અને વનમાલા બીજી બાજુ સોનાની રેખાવાળા હોય તે લક્ષ્મીનારાયણ જાણવા. એક બાજુ ચક્ર બીજી બાજું સોનાની રેખાવાળા તે લક્ષ્મી જનાર્દન જાણવા. બંને બાજુ ચક્ર, ગોપદ હોય તો રઘુનાથ જાણવા. નાના બે ચક્ર સાથે માળા રેખાવાળા પ્રભાકૃષ્ણ જાણવા. મોટા બે ચક્ર સાથે સોના રેખાવાળા પાર્વતી-કૃષ્ણ જાણવા. આ રીતે અનેક નામવાળા શાલિગ્રામ કહેવાય છે. શાલિગ્રામ અને તુલસીને જુદા ન કરવા. શાલિગ્રામ, શંખ અને તુલસી ત્રણેનું જે રક્ષણ કરે છે. તેને સ્ત્રી, ધન, સંપત્તિ, અખંડ રહે છે. એ રીતે તુલસીપૂજા, આરતી કરવી. તુલસીનો જન્મ કાર્તિક પૂર્ણિમાએ થયો છે. તેથી તે દિવસે શ્રીહરિ સાથે તુલસી પૂજન કરવું.