ભાગ · અધ્યાય ૪૮

દધીચી ઋષિના અસ્થિમાંથી વજ્ર નિર્માણ

ઇન્દ્રે યજ્ઞ કર્યો. તેમાં વિશ્વરૂપને ગુરુ સ્થાપ્યા. વિશ્વરૂપ દેવોને બલીદાન આપતા તથા દૈત્યોને પણ મામા થતા હોવાથી બલી આપતા હતા. ઇન્દ્રે આ દૃશ્ય જોઇને ક્રોધ પામી વિશ્વરૂપનું માથું કાપી નાખ્યું. તેથી ચાર બ્રહ્મહત્યા થઇ. તે સ્ત્રીમાં રજસ્વલા રૂપે. પૃથ્વીમાં ખાડામાં નાખી ત્યાં ખારરૂપે રહી. વૃક્ષમાં ગુંદરૂપે, પાણીમાં શેવાળરૂપે રહી પછી વિશ્વરૂપના પિતા ત્વષ્ટાએ યજ્ઞ કર્યો ઇન્દ્રને મારવા માટે. યજ્ઞમાંથી કાળ જેવો પુરુષ હાથમાં ત્રિશૂળ સાથે ઉત્પન્ન થયો. તે વૃષાસુર દેવોને મારવા લાગ્યો. તે સમયે દેવોએ શ્રીહરિની સ્તુતિ કરી. શ્રીહરિ આવી ઇન્દ્રને કહે : દધીચી ઋષિનું અસ્થિ માગી લાવ. ઇન્દ્રએ દધીચી ઋષિ પાસે અસ્થિની માંગણી કરી. પરોપકારના સ્વભાવવાળા ઋષિએ પોતાનું શરીર યોગથી તજી દીધું. ઇન્દ્રે તે ઋષિના ધડમાંથી વજ્ર બનાવ્યું.