સૂર્યપત્ની સંજ્ઞાની કથા
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, સૂર્યપત્ની સંજ્ઞાને તેજ સહન ન થવાથી સૂર્યને કહ્યું, મારે પિતાને ઘેર જવું છે. સૂર્ય કહે : છોકરા નાના છે પછી જજે. ફરી સંજ્ઞાએ બે-ત્રણ વાર કહ્યું. સૂર્યે કહ્યું, પુત્રી જો પિતાએ બોલાવ્યા વિના પિતાને ઘેર જાય તો પાર્વતીની જેમ અપમાનને પાત્ર થાય છે. લગ્ન થયા પછી સ્ત્રી પતિને ત્યાં શોભે છે. લગ્ન થયા પહેલાં કન્યા પિતાને ત્યાં શોભે છે. ત્યારે સંજ્ઞા સૂર્ય તેજ સહન નહીં થવાથી છાયાં સ્વરૂપ પ્રગટ કરી. સૂર્યની સેવામાં રાખી, પિતાને ઘેર ગઇ. ઘણા દિવસો પછી પિતા વિશ્વકર્માએ પૂછ્યું, તું પતિ ઘેર કેમ જતી નથી ? સંજ્ઞાએ પોતાનું દુ:ખ કહ્યું. પિતાએ ધર્મ સમજાવી પતિ ઘરે મોકલી. ત્યારે સંજ્ઞા ઘોડીનું રૂપ લઇ ઉત્તર પ્રદેશમાં ઘાસ ખાઇ તપ કરતી હતી. સૂર્ય પાસે છાંયામાં શનિ અને તાપી થયા એટલે સંજ્ઞાના પુત્રોમાંથી હેત મટી ગયું. એક દિવસ યમદેવે છાંયાને પાટુ માર્યું. છાયાએ શાપ આપ્યો. પૃથ્વીમાં પડ. યમદેવે સૂર્ય પિતાને કહ્યું, સૂર્યએ છાંયાને પૂછ્યું. છાંયાએ સર્વે વૃત્તાંત સંજ્ઞાનું કહ્યું. સૂર્ય વિશ્વકર્મા પાસે આવી કહે : સંજ્ઞા ક્યાં ? વિશ્વકર્મા કહે : મેં તમારે ત્યાં મોકલી છે. સૂર્યે સમાધીમાં જોયું.