ભાગ · અધ્યાય ૪૨૮

પતિવ્રતા ક્રાંતિમતિ દ્વારા વિપ્ર વિરબાહું રાજાનો ઉદ્ધાર

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, કાંપીલ્યનગરીનો બ્રાહ્મણ રાજાની રાણી ક્રાંતિમતિ તેની કથા કહું સાંભળ. મહાભાગવત ભક્ત વિરબાહું પત્નિવ્રતા હતો. તેને ત્યાં ભારદ્વાજમુનિ આવ્યા. રાજા રાણીએ મુનિની પૂજા કરી. ભોજન કરાવ્યું. રાજા કહે, આજ મારો જન્મ સફળ થયો. તમે મારું રાજ્ય પવિત્ર કર્યુ. શ્રીહરિ પ્રસન્ન થાય તેને ઘરે સંતની પધરામણિ થાય છે. વૈષ્ણવભક્તોને આપેલું મેરુતુલ્ય થાય છે. જે ઘરમાં ભગવાનનો સંત ભક્તનો વાસ નથી. તે ઘર સ્મશાનતૂલ્ય થાય છે. ભારદ્વાજ મુનિ કહે રાજા સંપત્તિ સુલભ છે. પણ હૃદયમાં ભક્તિભાવ દુર્લભ છે. તને રાજ્યસુખ મળ્યું. તે તારી પત્ની પતિવ્રતા હતી. તેના પુણ્યથી પૂર્વ જન્મે તું હિંસાચારી વ્યભિચારી હતો, નાસ્તિક હતો પણ તારી પત્નિ પતિવ્રતા હતી. તેથી દેવશર્મા નામે મુનિની ખાવા, પીવા, સેવા કરવાથી, પ્રસન્ન થયેલા.

મુનિએ કહ્યું, તું પૂર્વે બ્રાહ્મણ હતો. તારી આજ્ઞાથી એકાદશીએ તારી પત્નીએ અન્ન રાંધ્યું અને અતિથિ બ્રાહ્મણને જમાડી દીધું તેથી પાપ અને પુણ્ય બેય થયું. માટે આ જન્મ તમારો શુદ્રમાં થયો. મારી સેવાથી તમારા સર્વે પાપ નષ્ટ થયા અને આ તારી પતિવ્રતા પત્નીના પ્રભાવે આવતે જન્મે તું મહા ભાગવત ભક્ત બ્રાહ્મણ રાજા થઈને ભગવાનની ભક્તિ કરીને પ્રભુના ધામમાં જઈશ. એ રીતે ભારદ્વાજ મુનિએ રાજા રાણીને તેનાં ત્રણ જન્મની કથા કહી તેનો મોક્ષ કર્યો અને આશિર્વાદ આપી ચાલ્યા ગયા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એ રીતે પતિવ્રતા પત્નીથી પતિનો ઉદ્ધાર થાય છે.