ભાગ ૧ · અધ્યાય ૧૧૩
પાર્વતી શંકર પાસેથી મંત્રદિક્ષા લઇ વૈષ્ણવી થયા
પાર્વતીએ પૂછ્યું : હે મહાદેવ, તમે કોનું ધ્યાન કરો છો ? શંકર કહે : પરબ્રહ્મ નારાયણનું. જે સર્વે અવતારોના કારણ છે. જેને પરમેશ્વર કહે છે. તે અનાદિશ્રીકૃષ્ણનારાયણે મને મંત્ર દિક્ષા આપીને વૈષ્ણવભક્ત બનાવ્યો છે. પાર્વતી કહે : અત્યાર સુધી મને કેમ ન કહ્યું. શંકર કહે, તું કહે ત્યારે મંત્ર આપું. પછી શંકરે એકાદશીનો ઉપવાસ કરાવી મંડપ પુરાવી શ્રીકૃષ્ણનું પૂજન કરાવીને “શ્રીહરિ: શરણં મમ” તથા “બ્રહ્માહં બ્રહ્મ ભક્તોડ્સ્મિ” એ બે મંત્રો આપી પાર્વતીને વૈષ્ણવી બનાવ્યા.