ભાગ · અધ્યાય ૨૮૪

કયાં દિવસે કોની પૂજા કરવી ?

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, રવિવારે એકટાણું કરી સૂર્યની પૂજા કરવી. “ૐ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યમં ભર્ગો દેવસ્ય ધીમહી ધિયો યોન: પ્રચોદયાત્” આ સૂર્ય ગાયત્રી મંત્ર એકસો આઠ વાર જપવા. સોમવારે એકટાણું કરી ચંદ્રની પૂજા કરવી. મંગળવારે એકટાણું કરીને શિવપુત્ર મંગલની પૂજા કરવી. બુધવારે એકટાણું કરી ચંદ્રપુત્ર બુધની પૂજા કરવી. ગુરુવારે એકટાણું કરી બૃહસ્પતિની પૂજા કરવી. શુક્રવારે એકટાણું કરી શુક્રની પૂજા કરવી. શનિવારે એકટાણું કરીને હનુમાનની અને પનોતીની તેલ-અડદથી પૂજા કરવી.