ભાગ · અધ્યાય ૯૯–૧૦૦

કાર્તિક સ્વામીએ તારકાસુરનો નાશ કર્યો

આ અધ્યાય 99–100 સંયુક્ત છે

શ્રીનારાયણ કહે : તે સમયે તારકાસુર કરોડો અસુરો, દૈત્યો, દાનવોને લઇને દેવોની સામે યુદ્ધ કરવા આવ્યો. તે તારકાસુરે તપ કરી બ્રહ્મા પાસે વરદાન માગ્યું હતું. જન્મથી 7 દિવસે મને મારી શકે. તે વિના હું કોઇથી ન મરું. ત્યાં આકાશવાણી થઇ આ પાર્વતીપુત્ર તારો નાશ કરશે. દેવ અને અસુરોનું ભયંકર યુદ્ધ થયું. ત્યારે કાર્તિકકુમારે તારકાસુરને કહ્યું, દેવોને, મનુષ્યોને દુ:ખ આપનાર તારો અત્યારે જ નાશ કરું છું. કાર્તિક સ્વામીએ શક્તિથી તેનો નષ્ટ કર્યો.

લક્ષ્મી પૂછે : હે પ્રભુ, તે તારકાસુર કોનો પુત્ર હતો. શ્રીનારાયણે કહ્યું, બ્રહ્માના દક્ષ તેની પુત્રી દીતી તે કશ્યપને આપી તેનો વજ્રાંગ થયો. તે ઇન્દ્રને પાટું મારી ગાદી પરથી ઉઠાડીને ત્રિલોકીનો રાજા થયો. તેનો પુત્ર તારકાસુર થયો. તેના પિતા વજ્રાંગે કહ્યું, દેવો આપણા શત્રુ છે. દેવોને જીતવા હોય તો તપ કર. તારકાસુરે નીચે અગ્નિ પ્રગટાવી ઉંધે માથે દશ હજાર વર્ષ તપ કર્યું. બ્રહ્મા પ્રસન્ન થયા. વરદાન માંગવા કહ્યું. તારકાસુર કહે : હું કોઇનાથી ન મરું. બ્રહ્મા કહે : મૃત્યુલોકમાં એવો કોઇ છે જ નહીં. જન્મે તેનું મૃત્યુ થાય જ. તારકાસુર કહે : બાળક જન્મે તે સાત દિવસ સુધી મને મારી શકે. તે વિના મારું મૃત્યુ કોઇથી ન થાય. બ્રહ્મા કહે : તથાસ્તુ. પછી તે તારકાસુર સર્વે દેવ-ઇશ્વરોને જીતી વશ કરી, ત્રિલોકીનો રાજા થયો પણ દેવોને દુ:ખ દેવાથી કાર્તિક સ્વામીએ તેનો નાશ કર્યો.