શ્રીકૃષ્ણ દ્વારા રાધિકાજીને અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મહિમા
શ્રીરાધિકા કહે : હે કૃષ્ણકાંત, પરબ્રહ્મ પરમાત્મા અનાદિશ્રીકૃષ્ણનારાયણ. પરમધામના પતિ, ત્રેતાયુગના સંતાનના પિતાને, રાધાલક્ષ્મી પતિને નમો નમ: શ્રી માણિકી વાહીને નમો નમ:, શ્રી પ્રભા, પાર્વતી, મંજુલા, હંસા, સગુણા પતિને નમો નમ:, કુંકાવાવમાં પ્રગટ થયેલા સર્વધામના પતિ સ્વર્ગ અને મોક્ષ આપનારા એવા અંતર્યામી શ્રીહરિને નમો નમ:, અસંખ્ય મુક્તોથી સેવાયેલા અતિશય ઐશ્વર્ય ગુણ વૈભવવાળા એક હોવા છતાં અનેક રૂપે દેખાતાં, પરાવિદ્યાના સ્વામી, આત્મપતિ, સર્વપતિ, સેવા કરનારાને શાંતિ આપનારા, પ્રેમ સખીના પતિ, હેમંતના ઇશ્વર એવા તમને નમો નમ:, નંદી, દુર્ગા, વિજયા, જયા, સંધ્યા, પુષ્પા, કસ્તુરી, પતિ તમને નમો નમ:, સાવિત્રી, સંધ્યા, શબરી, ચંપા, પદ્માવતી, ભાર્ગવી, પદ્મિની, જરાકાર્વી, લીલા, કાંતિ, રેવા, સુમિત્રા, સુશીલા, માધવી, મંગલા, હેમિના પતિ તમને નમો નમ:.
શ્રીકૃષ્ણ કહે : હે રાધિકા, અનંત મુક્તોથી સેવાયેલા જે પ્રભુ દિવ્ય પરમધામમાં રહેલા છે. તે પ્રભુ સૌરાષ્ટ્ર દેશમાં કુંકાવાવમાં કંભરાલક્ષ્મી ગોપાલકૃષ્ણના પુત્રપણાને પામીને, અનાદિશ્રીકૃષ્ણનારાયણ નામે અત્યારે પૃથ્વીમાં પ્રગટ થયેલા છે. જે પરમબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણની મૂર્તિમાંથી હું કૃષ્ણ પ્રગટ થયેલો છું. લક્ષ્મીનારાયણ પ્રગટ થયેલા છે. તથા બદ્રિધામ, અવ્યાકૃત, અમૃતધામ, કૈલાશ, ક્ષીર સમુદ્ર વગેરે અનંતધામો, અનંત અવતારો, અનંત નારાયણો, અનંત ઇશ્વરો, પ્રગટ થયેલા છે. એવા અસંખ્ય ગણને ધારણ કરનારાને નમો નમ:
શ્રીરાધિકા કહે : હે કૃષ્ણકાંત, જેમની મૂર્તિમાંથી આપણે બંને પ્રગટ થઇ ગોલોકમાં વાસ કર્યો છે. એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણની દિવ્ય કથા તેના અવતારો તે મૂર્તિની સેવા કરનારા દેહધારીઓ તથા તે પ્રભુપત્નીઓની કથા સર્વના મોક્ષ માટે કહો. શ્રીકૃષ્ણ કહે : રાધા, મારા જેવા કરોડો કૃષ્ણના રૂપો જે મૂર્તિમાંથી પ્રગટ થઇ અને લીન થાય છે તથા કરોડો અબજો રાધા રમા જેના એક રોમમાંથી પ્રગટ થાય છે. એવા શ્રીહરિ પુરુષોત્તમની મૂર્તિનું શું વર્ણન કરું. જેની એક પત્ની જયા, લલિતા કે પ્રભા, પાર્વતી આ ગોલોક ધામમાં આવે તો તેના તેજ પાસે ગોલોકના સર્વના તેજ ઝાંખા થઇ જાય. એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વ સૃષ્ટિઓ જેના સંકલ્પથી થાય છે. એવા મારા પરમપિતા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું હૃદયમાં હું ધ્યાન કરું છું. જેના નખમાં મહામાયા રહેલી છે. જેના હાથમાં ઇશ્વરો રહેલા છે. એવા શ્રીહરિનું હે રાધે તું ચિંતવન કર. તે અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પૂજન કરી ધ્યાન કરી સર્વને તું અખંડ સૌભાગ્ય આપનારી થા. સર્વે અવતારોનું અવતારપણું તે છે. સર્વ ઇશ્વરોનું ઐશ્વર્ય તે છે સૃષ્ટિઓના સર્જક, રક્ષણ કરનારાના રક્ષક તે છે. સંહાર કરનારામાં પણ તે છે. સર્વમાં શ્રેષ્ટ પ્રાપ્ત સ્થાન તે છે. સર્વ તીર્થોમાં પરમ તીર્થ તે છે. સર્વ આનંદમાં શ્રેષ્ટ શાશ્વત આનંદ તે છે. વહાલામાં વહાલું પ્રેમનું સ્થાન તે છે. સાધુમાં ઉત્તમ સાધુ તે છે. સર્વ વ્રતમાં ઉત્તમ વ્રત તે છે. સર્વ અર્થોનું પરમાર્થ તે છે. સર્વ સત્યનું પરમ સત્ય તે છે. સર્વ જપમાં ઉત્તમ જપ તે છે. સર્વ સંપત્તિની સંપત્તિ તે છે. સર્વ આધારોનો આધાર તે છે. સર્વમાં તેનું બળ છે. એવા શ્રીહરિ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું હે રાધા હું ભજન કરું છું. જેનાથી મહાકાળ પ્રગટ થઇને સમયનો વિભાગ કરે છે. જેનાથી પ્રકૃતિ પુરુષ પ્રગટ થઇને મહાપુરુષ નામે પ્રસિદ્ધ થાય છે. જેનાથી વાસુદેવ સ્વરૂપે પ્રગટી અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ આ ચતુર્વ્યુહ નામે પ્રસિદ્ધ થયા છે. એવા પરમધામના નિવાસી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું હે રાધા તું ચિંતવન કર.