ભાગ · અધ્યાય ૧૩૬–૧૪૦

પચ્ચીશ પ્રકારનાં મંદિરોનું વર્ણન

આ અધ્યાય 136–140 સંયુક્ત છે

શ્રીહરિ કહે : સર્વ વિઘ્નોના નાશ માટે સુખ, સંપત્તિ માટે દેવાલયો કરવા નદી કાંઠે બગીચામાં સિદ્ધ પુરુષોના આશ્રમમાં, ગુફામાં, ગામ શહેરમાં દરવાજા, દેવાલયો કરવા. તેમાં દરવાજામાં લક્ષ્મી, કુબેર, ગણેશ સ્થાપન કરવાથી વૈષ્ણવો સુખી થાય છે તથા સર્વ દેવાલયોના મંડો પર કુંભી, છજ્જુ, નાસા, મંડપ દ્વાર ઉંબરા વગેરેના માળ તથા ઘુમ્મટ, સિંહાસન તે દેવોના અંશના પ્રમાણે વગેરે કહ્યા. શિખરીયું, પંઢરા, પદ્મશિલા, કળશ વગેરેના માપ કહ્યા. ધ્વજ વિનાના મંદિર-દેવાલયોમાં રાક્ષસો વાસ કરે, ધ્વજના દાનથી દેવો, પિતૃઓ, આશિર્વાદ આપે છે. ધ્વજ દાનથી દશ અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે અને એકસો એક કૂળનો ઉદ્ધાર થાય છે. તે સર્વે મંદિરોનાં બ્રહ્મ જાતિના પચ્ચીશ મંદિરો કહેવાય છે. અનંત શિખરવાળા, કળશોવાળા, હજાર થાંભલાવાળા, આસપાસ અનંત ભુવનોવાળા મંદિરને મેરુરાજ અક્ષર સમાન મંદિર કહેલું છે. નવસો નેવું થાંભલાવાળા મંદિરને ગોલોક સમાન કહેલું છે. એકલા શિખરવાળું વૈકુંઠ મંદિર કહેલું છે. એકલા ઘુંમટવાળું મંદિર અવ્યાકૃત કહેલું છે. ગૃહના જેવા આકારવાળું અમૃત મંદિર કહેલું છે. ચારે કોરે કમાનોવાળું હિરણ્યમય મંદિર કહેલું છે. પાટડા આધારે રહેલું અગ્નિ મંદિર કહેલું છે. હાથીઓની શોભાવાળું વૈરાજ મંદિર કહેલું છે. અશ્વોની શોભાવાળું ભૂમા મંદિર કહેલું છે. વૈષ્ણવ દાસદાસીના સ્વરૂપોવાળું વિષ્ણુનું મંદિર કહેલું છે. ગણોથી યુક્ત કૈલાશ મંદિર કહેલું છે. સર્વ ઋષિઓથી વસેલું વૈશાલ મંદિર કહેલું છે. તપસ્વિઓથી યુક્ત શ્વેતદ્વિપ મંદિર કહેલું છે તથા ચતુષ્કોણ, સર્વતોભદ્ર, શ્રીવત્સ, સ્વસ્તિક, હૈમ, હંસ, ગરૂડ, ગજ, વૃષ, શત, પાદ, દશપાદ આ પચીશ મુખ્ય મંદિરો કહેલા છે.